પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નાંદીવેલો પાછળ રહી જાય છે, એ શિખર પરની આકૃતિ 'દેહના ચૂરા'ની કથા1[૧] માંહેલી પ્રેમિકા 'કુંવર્ય'ની એ વાસનાપૂતળી પણ વાતાવરણમાં વિલીન થઈ જાય છે, અને કાનમાં જાણે કોઈ સંસારી ડહાપણનો શિક્ષા-સ્વર ગુંજે છે કે

'ઓ નાદાન! ગરનું પાણી લાગ્યું કે શું?'


  1. 1 ‘સૌરાષ્ટ્રની રસધાર'
36
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ