પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દાતારો પાસેથી ભેંસઘોડાનાં દાન લેતી વેળા તેઓને આવી પ્રશસ્તિઓ ગાવી પડે છે. એથી અધિક રસભર્યું ગીત કાંગલી નામની એક સાવજશૂરી ભેંસ અને ગીરના એક સિંહ વચ્ચેના સંગ્રામનું છે. એ કાંગલીએ જોરાવર સિંહને તગડ્યો હતો. મને એ બહાદુર ભેંસ બતાવવામાં આવી. તદ્દન સોજ્જી ને ગરીબડી એ પશુનારીને જોઈ મને સ્મરણ થયું કે સાચી વીરતા પોતાની બડાઈ નથી હાંકતી ને પોતાની જાહેરાત કરતી નથી નીકળતી. એ તો ઠંડા ચકમકમાં છપાયેલા અદશ્ય અગ્નિ જેવી હોય છે. એવી ગરીબડી દેખાતી કાંગલીને તો અમારા કવિ દુલાભાઈએ પોતાના ગીતમાં ભારી લાડ લડાવેલ છે :

[ ગીત-સપાખરું ]

ચીયા પવાડા અપારા એક જીભનું વખાણું થોડા
સાદૂળો ઊઠિયો સિંહ કરવા સકાર;
વનરારા પ્હાડા માથે આવિયો ગુંજતો વંકો
અહા ભાર ઝૂકા લીયા સાખ હીં અઢાર.
ગાડતો અનેકાં ખાડુ ધણંકી આવિયો ગાઢો
બણંકી ધણેણ્યો મુખે બોલિયા બરૂર;
સણંકી ઊઠિયા ગાળા કણંકી નાદસે સંકા
ઝણંકી બોલિયો માટી મેખ, થા જરૂર.

શાર્દુળો સિંહ વનના પહાડ ઉપર શિકાર કરવા માટે ગાજતો ગાજતો આવ્યો. અનેક ટોળાંને ત્રાસ પડાવતો એ ધણેણાટી દઈને બોલ્યો. એના કારમા સ્વરોથી ખીણો ગુંજી ઊઠી. એણે ત્રાડ દઈ કહ્યું કે “ઓ મહિષી ! હવે માટી થાજે !”

મેખી કાંગલી! તે ઘણા દિનથી હટાયો મુંને
એમ બોલી ફેર મુખે કીયા હીં અવાજ,
વદાં ઉટકોટ રોમરાય કાંગલીને વાપી
ગડાસા નાખીયા મેઘ અષાઢરા ગાજ.

અષાઢની મેઘ-ગર્જના-શી ત્રાડ નાખીને કાંગલી શો ઉત્તર વાળે છે?

આવડું જોર તું કુત્તા, કિયાંસેં લાવિયો આજે
ક્રોધ મારા જોયા નથી, સાંભળ્યા હે કાન;
ભાગ, એક જીભે કહું કૂતરારા પુત્ર ભલા!
(મેં તો) પવાડે અનેક સિંહ તણા લિયા પ્રાણ.
ડણંકી ઉઠિયો વેણ મેખ તણા સૂણ ડાઘો
ઘોર જોર શોર કિયા ફેર કિયા ઘાવ,
હઠીને કાંગલે જેમ ડાણ નાખી તીન હદાં
બાણ નાખી તાણકીન ઉઠાયા હે પાવ.

[મહિષીનાં વચન સાંભળીને ડાઘો સિંહ ગર્જના કરી ઊઠ્યો : ઘોર અવાજ દીધો.
40
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ