પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

Though best loved by the ocean where
the league-long rollers thunder
And the blow-whales' fitful fountains dimly rise.
I shall love you still hereafter, through
the years that follow
And ! by Jove ! I will wire for short leave
and I'll buy a weekend ticket,
And I'll take the Friday train to Kathiawar!

[સંક્ષિપ્ત]
 

પ્હો ફાટતો હોય ત્યારે
ધરાને કાંઠે ચિતળ પાણી પી લે તે પહેલાં
જાગવાનો આનંદ તમે માણ્યો છે ?

રાત પડે ને આગિયા ઝબૂકવા લાગે
અને ચિત્તો મારણ પાસે પાછો ફરે
ત્યાં સુધી બેસી રહેવાનો આનંદ માણ્યો છે ?
જ્યાં બંધને ભાંગવા નિરર્થક પછડાતી
ફીણે નહાતી હીરણ ધસમસે છે,
જ્યાં હરિણીઓનાં ભમતાં ટોળાં સુધી
સાબર રાત્રિનાદ પહોંચાડે છે.
જ્યાં સાવજોની ત્રાડો ગીરમાં પડઘા જગાવે છે.

ત્યાં, તલાળામાં, તમે એ આનંદ પામશો.
ચેતવનાર ભોમિયો દેખાય
શિકારની નાસભાગ શમી જાય,
સૂવર ઝાડીમાં લપાયું છે તે પામી જઈને
તમારી માણકી મૂર્તિ-શી અચલ બની જાય,
ત્યારે હૈયાફાટ ધબકારાનો વેગ નથી જાણ્યો ?

ઘેરાઈ જાય ત્યાં સુધી ભાગતા
સફેદ કાળિયારની અનંત ફાળથી અથવા
ભાલે પરોવાયેલા રાખોડી વરૂના
નીરવ તરફડાટથી તમે પરિચિત છો ?
ઘાયલ થયેલા ભૂરા સાંઢના પગો લથડે,
ભાલાની ધાર એની પાતળી ચામડી ફાડીને
ઊંડી ઊતરી જાય
ત્યારનો અજોડ આનંદ માણ્યો છે ?

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
69