પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હા, કાઠિયાવાડ! હું તને ચાહું છું,
બાવળિયાથી પોરબંદર લગી
દિશા-દિશામાં, ધરતી-આકાશમાં;
જોકે સૌથી વધારે તો
જ્યાં જોજન-લાંબા અફળાતા-પછડાતા તરંગો ઘૂઘવે છે
અને જ્યાં વ્હેઇલની પીઠમાંથી ફુવારાઓ
ચડે છે ને પડે છે, ચડે છે ને પડે છે.
આવી રહેલાં વર્ષોમાં તને ચાહતો જ રહીશ,
અને માલિક-કસમ !
ટૂંકી રજા માટે તાર કરીને
શનિ-રવિની રિટર્ન ટિકિટ લઈને
કાઠિયાવાડ જતી શુક્રવારની ટ્રેન પકડીશ !

[અનુવાદ : વિનોદ મેઘાણી]
 



70
લોકસાહિત્યનાં શોધભ્રમણ