પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

સર્વ નાના મોટા માંડલિકોને આમંત્રણ પત્ર – અરે આમંત્રણ પત્ર શાનાં? - આજ્ઞાપત્રો રાજા ધનાનંદ તરફથી મોકલવામાં આવ્યાં હતાં. અર્થાત પ્રદ્યુમ્નદેવને પણ તેવું એક આજ્ઞાપત્ર આવ્યું હતું. એ વાત માયાદેવીના જાણવામાં આવી અને ત્યારથી માયાદેવીની ચિત્તવૃત્તિમાં ઘણો જ ફેરફાર થઈ ગયો છે. મુરાદેવીને છોડવી લાવવા માટે તે રાત દિવસ તેને પજવ્યા કરે છે; પણ નિર્બળ અને નિરાધાર પ્રદ્યુમ્નદેવ તે શો ઉપાય કરી શકે વારુ ? એ તો હવે નામ માત્રનો જ કિરાતરાજા રહ્યો છે. તથાપિ પોતાની ભગિનીના પુત્રને જે અભિષેક થવો જોઈતો હતો, તે બીજા જ રાજપુત્રને થતો હોવાથી એ ઉત્સવ પ્રસંગે જવું એ યોગ્ય નથી એમ ધારીને અને માયાદેવીએ પણ જવાની ના પાડવાથી તે અહીં આવ્યો નહોતો. રાજ્યાભિષેકનો એ સમારંભ થઈ જવા પછી અહીંની સ્થિતિનું ગુપ્ત અવલોકન કરવા માટે જ તેણે મને અહીં મોકલ્યો. સુમાલ્યના યૌવરાજ્યાભિષેકના આનંદમાં બીજા કેદીઓ સાથે મુરાદેવીને પણ બંધનમુક્તિ આપવામાં આવી હશે અને રાજાએ પુન: તેનામાં સ્નેહ રાખ્યો હશે, એવી તેને સ્વપ્ને પણ કલ્પના હતી નહિ, પરંતુ હવે તારા કહેવાથી એમ જણાય છે કે, એ વાર્તા સત્ય છે, ત્યારે હવે અહીં રહીને વધારે શોધ કરવાની મને કશી પણ આવશ્યકતા નથી. વૃન્દમાલે ! તારા કરતાં બીજા કોઈપાસેથી મને વધારે શી બાતમી મળવાની હતી વારુ? આ બધા બનાવોની જાણ થતાં હું ક્યારનોય ચાલ્યો ગયો હોત; પરંતુ જો પ્રદ્યુમ્નદેવ મને એમ પૂછશે કે, “તું મુરાદેવીને પ્રત્યક્ષ મળીને જ આ કુશળ સમાચાર લાવ્યો છે કે કેમ?” તો એનું ઉત્તર હું શું આપીશ! એવો સંશય થવાથી જ તને આજે આ ભેદ જણાવવો પડ્યો છે. હવે હું આવતી કાલે તને પત્રિકા આપીશ, તે તું તારી સ્વામિનીને આપજે – અને જો તે મને બેાલાવશે, તો તે નિયમિત સમયે તારી સાથે આવીને હું તેનાં દર્શનનો લાભ લઈશ. પ્રદ્યુમ્નદેવ અને માયાદેવીને જો કાંઈ સંદેશો કહેવરાવવો હશે, તો તે સાંભળીશ અને મારે માર્ગે પડીશ. એટલું જ મારું કર્તવ્ય બાકી છે.”

ચાણક્યનું એ લંબાતું જતું ભાષણ વૃન્દમાલા શાંતિથી સાંભળ્યા કરતી હતી. આટલા દિવસ સુધી એ બ્રાહ્મણે પોતાની એ વાર્તા બિલ્કુલ જણાવી નહિ, એનું તેને ઘણું જ આશ્ચર્ય થવા લાગ્યું; પરંતુ આજ સૂધીમાં પોતા સાથે કરેલા સંભાષણમાંથી મેળવેલી માહિતીઓને આધારે જ ચાણક્યે આ બધી બનાવટ કરેલી છે, એવી તેના મનમાં કિંચિન્માત્ર પણ શંકા આવી નહિ. આટલા દિવસ એ ભેદને ગુપ્ત રાખવાનું કારણ શું? એટલો જ પ્રશ્ન માત્ર તેના મનમાં થયા કરતો હતો. એ વિષયમાં તે કાંઈક