જાઉં છું. મારા મનની તો પક્કી ખાત્રી થઈ ચૂકી છે કે, સુમતિકાએ કહેલી બધી વાતો અક્ષરે અક્ષર ખરી અને પાયાદાર છે.” એમ કહીને તેણે મુરાદેવીને મહા પ્રેમથી આલિંગન આપ્યું. મુરાદેવીનું અંતઃકરણ આનંદથી ઉભરાઈ જવા માંડ્યું.
“મારા ગ્રહો હાલમાં સારાં સ્થાનોમાં પડેલાં હોય, એમ જણાય છે. જે કાર્યને હું હાથમાં ધરું છું, તે કાર્ય નિર્વિઘ્ને પાર પડવાનાં જ ચિન્હો દેખાય છે; તથાપિ એ વિજયના રંગથી ફુલાઈ જઈને અવિચારી કૃત્ય કરવું ન જોઈએ. જે કાંઈ પણ કરવું, તે સારી રીતે વિચારીને જ કરવું ! જોઈએ; અને પગલાં એવી રીતે ઉપાડવાં જોઈએ, કે તેમને પાછાં હટાવવાનો પ્રસંગ આવે નહિ.” એવો મનમાં જ વિચાર કરીને મુરાદેવી રાજાનું મન બીજી રાણીઓ વિશે કલુષિત કરવા માટેની જે જે યોજનાઓ કર વાની હતી, તે તે યોજનાઓ યોજવામાં તનમન ધનથી નિમગ્ન થઈ ગઈ.
ચાણક્ય અને મુરાદેવીનું પરસ્પર ગુપ્ત સંભાષણ થઈ રહ્યા પછી ચાણક્ય અંતઃપુરની સીમામાંથી બહાર નીકળ્યો. એ વેળાએ તેના હૃદયમાં આનંદનો પાર હતો નહિ, પાટલિપુત્રમાં પગ મૂક્યો, તે વેળાએ આટલા થોડા સમયમાં જ પોતાના સ્વીકૃત કાર્યની સિદ્ધિ માટેનાં આટલાં બધા અનુકૂલ સાધનો આપમેળે જ આવી મળશે, એવી તેને રંચમાત્ર પણ આશા હતી નહિ; છતાં પણ તે સાધનો મળી આવ્યાં, એટલે તેને એટલો બધો અપાર આનંદ થાય, એમાં આશ્ચર્ય થવા જેવું શું હોય વારુ?
મુરાદેવીની સહાયતા માટે તો તેના મનમાં શંકાજ નહોતી, અને એક વાત તેને કહેલી ન હોતી, તે કહીને પૂરો પૂરાવો આપ્યો, એટલે પછી કોઈ પણ સાહસ કરવાને તે આનાકાની કરે, એમ હતું જ નહિ, એ પણ્ તે સારી રીતે જાણતો હતો. પોતાને વિનાકારણ આપવામાં આવેલ્ દુ:ખોનું વૈર લેવા માટે તે જ્યારે આટલું બધું સાહસ કરવાને તૈયાર થયેલી છે, તો પોતાના પુત્રને સિંહાસનપર બેસાડવાની અને તેના પર સમ્રાટ ચક્રવર્તી છત્ર ચામરો ઢોળાતાં જોવાની મહત્ત્વાકાંક્ષાથી તે એનાથી. દસગણાં કે સોગણાં સાહસો કરવાને તૈયાર થઈ જવાની, એવી ઇચ્છાથી જ તેણે હવે પછીના કારસ્થાનની સઘળી રચના એક બીજા વિચારથી કરી રાખી હતી. ત્યારે પ્રથમ શી વાત કાઢવી, એનો તેણે વિગત વિચાર માંડ્યો અને અંતે એવો નિશ્ચય કર્યો કે,” પ્રથમ તો રાજગૃહે કદાચિત્ પ્રસંગ આવે તો પ્રત્યક્ષ રાજાસમક્ષ પણ જવા આવવાની રજા મેળવવી જોઈએ. પરંતુ રાજા પાસે એવી રીતે જવા આવવાથી, એ જ