પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩
ચાણક્યની સ્વગત વિચારણા.

આપ્યું. એને ભવિષ્યમાં કામના થઈ પડે, તેટલા માટે કિરાત, વ્યાધ અને ખાસ ઇત્યાદિ લેાકેાના તરુણ બાળકોને અને તેમના રાજપુત્રોને પણ તેવું જ શિક્ષણ આપીને તેમના મનમાં ચન્દ્રગુપ્તવિશે પૂજ્યભાવ ઉત્પન્ન થાય, તેવો પ્રયત્ન કર્યો. એ બધું તો ઠીક થયું, પણ હવે એક પગલું આગળ ભરવું જોઇએ, એવા હેતુથી ચન્દ્રગુપ્તને આશ્રમમાં રાખીને હું અહીં પાટલિપુત્રની ચર્ચા જોવાને આવ્યો અને અહીં મને અનુકૂલ થાય એવી આંતરિક દશા મેં જોઈ. મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવામાં જાણે પરમેશ્વર પણ સહાય થતો હોય, તે પ્રમાણે રાજાના મનમાં પ્રવેશ કરીને તેણે મુરાદેવીને બંધનમુક્ત કરાવી અને મુરાદેવીના મનમાં મત્સરનો સંચાર કરીને મારી પ્રતિજ્ઞાની સિદ્ધિ માટે મને એક ઉત્તમ સાધન મેળવી આપ્યું. એને મળીને એના મત્સર-અગ્નિને મેં વધારે જ પ્રજ્વળિત કર્યો છે અને હવે ચંદ્રગુપ્તને પણ તેના જ ઘરમાં લાવીને રાખેલો છે. જેવી રીતે કોઇ સિંહણ પોતાના નાના બચ્ચાનું ઘણી જ જાગૃતતાથી અને સાવધતાથી સંરક્ષણ કરે છે, તેવી જ રીતે મુરાદેવી હવે ચન્દ્રગુપ્તનું રક્ષણ કરશે, એમાં જરા જેટલી પણ શંકા નથી. સિંહણ કદાચિત પોતાના બચ્ચાને વીલું મૂકે પણ ખરીઃ પણ મુરાદેવી હવે ચન્દ્રગુપ્તને પળમાત્ર પણ વીલો છોડનારી નથી. તથાપિ હજી જે ધડાકો કરવાનો છે, તે તો મેં કર્યો જ નથી. મુરાદેવી ચન્દ્રગુપ્તને સંભાળીને જ બેસી રહે, એટલાથી જ કાંઈ મારા કાર્યની ઇતિકર્તવ્યતા થઈ નથી રહેતી. મારે પણ હવે મારા કાર્યમાં અધિક ચપળતા ધારણ કરવી જોઇએ. મારી સઘળી મહત્ત્વાકાંક્ષાઓનું કેન્દ્રસ્થાન તે ચન્દ્રગુપ્ત છે. એટલે જો એના જીવને કાંઈ પણ જોખમ થયું, તો મારી સઘળી આશાઓ ત્યાંની ત્યાં જ મરી જવાની. માટે એની નિર્ભયતાના મજબૂત ઉપાય પ્રથમ કરી રાખવા જોઇએ. મંગળાચરણમાં એ કાર્ય કરવું કે, મ્લેચ્છ રાજા પર્વતેશ્વરનો જે પ્રતિનિધિ અહીં રહે છે, તેની મુલાકાત લઇને તેને એમ કહેવું કે, જો પર્વતેશ્વર આ વેળાએ મસ્તક ઊંચું કરે, તો હાલમાં પ્રસંગ ઘણો જ સારો અને અનુકૂલ છે. અને વધારામાં તેને કિરાતરાજા અને પોતાના ભિલ્લ ઇત્યાદિ સૈન્યની તેને સહાયતા અપાવવાનું પણ જણાવી દેવું. મૃત્યુંજય કાંઈ ઓછો ચતુર નથી. આ પ્રસંગ નંદરાજાના વિધ્વંસ માટે ઘણો જ ઉત્તમ છે, એ તો તે ક્યારનોએ જાણી ચૂકયો હશે, અને તેવામાં મારા તરફથી આવી સહાયતા મળવાની અને હું રાજાના ગૃહમાં કેવું ભંગાણ પાડી શકું છું, એની ખાત્રી મળી એટલે લોભથી તે પાણી પાણી થઈ જશે, અને નંદરાજાએ આજસુધીમાં તેના ઉપર જે બળાત્કાર કરેલો છે, એ વૈરનો બદલો લેવાની તત્કાળ તેના મનમાં ઇચ્છા થશે. એકવાર તેની