પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


“તે શું વારુ?” મુરાદેવીએ ઉત્સુકતાથી પૂછયું.

“તારી અને એની મુખમુદ્રાનું વિચિત્ર અને વિલક્ષણ સામ્ય ! તું જ જો, એના મુખપરની પ્રત્યેક રેષા અને એકંદર આકૃતિ આબેહૂબ તારા જ મુખકમળ પ્રમાણે છે ! ચન્દ્રગુપ્ત ! નીચ, હજી તો તને અહીં આવ્યાને, ચાર ઘટિકા જેટલો પણ સમય નથી થયો, ત્યાં તું આવી આવી ચોરીઓ કરવા લાગ્યો કે ? તારાં આવાં આચરણથી તો તને અહીં ક્ષણમાત્ર પણ રહેવાની અનુમતિ મળી શકે તેમ નથી.” મહારાજ કાંઈપણ વિનેાદ કરે છે, એ જો કે મુરાદેવી નિશ્ચયપૂર્વક જાણી ગઈ હતી, તોપણ જાણે કાંઈપણ સમજી ન હોયની ! એમ દેખાડવા માટે ઘણા જ ગભરાટનો ભાવ કરીને તે ચન્દ્રગુપ્તને કહેવા લાગી કે, “ભાઈ ચન્દ્રગુપ્ત ! તેં શું કર્યું ? કોની અને શી ચોરી કરી ?” એમ કહીને તત્કાલ તેવી જ દયામણી મુદ્રાથી તેણે રાજાને વિનતિ કરી કે, “મહારાજ! એણે કોની અને શી વસ્તુની ચોરી કરી છે? મને તો તેવું કાંઈ પણ દેખાતું નથી. અને....….........”

ધનાનન્દે ચન્દ્રગુપ્તને મૌન્ય ધારવાનો નેત્ર સંકેત કર્યો અને મુરાદેવી પ્રતિ તેવા જ ગંભીર ભાવ દેખાડીને તે કહેવા લાગ્યો કે, “દેખાતું કેમ નથી ? જેનો હું સ્વામી છું, એવી એક અમૂલ્ય વસ્તુની એણે ચોરી કરેલી છે ! પરંતુ ચોરી કરી તો કરી; પણ તે વસ્તુને જેવી ને તેવી જ દશામાં કાંઈ પણ હાનિ પહોંચાડ્યા વિના એ મારા સમક્ષ લઈ આવ્યો છે. એટલી બધી એણે હિંમત કરી છે; માટે એ અપરાધનો દંડ તો એને મળવો જ જોઈએ. તારો ભત્રીજો જાણીને એને જવા દેવો, એ ન્યાયથી વિરુદ્ધ છે. ન્યાયનું અપમાન મારાથી કરી શકાય તેમ નથી. વાહવાહરે ચન્દ્રગુપ્ત ! તું તો ઘણો જ અશરાફ નીકળ્યો !”

આટલીવાર રાજાનું બોલવું મુરાદેવીને વિનોદ સમાન જણાતું હતું, પણ હવે તો તે વિનોદ જ છે, એવી તેની દૃઢ ખાત્રી થઈ પરંતુ જેટલી ખાત્રી થઈ, તેટલો જ ગભરાટનો વિશેષ ભાવ દેખાડીને વળી પણ આવરી બાવરી બની હાથ જોડીને તે રાજાને વિનવતી કહેવા લાગી, “મહારાજ ! ક્ષમા કરો! એને અહીં આવ્યાને હજી તો ચાર ઘટિકા પણ નથી થઈ, એટલામાં એને શિક્ષા આપવા જેટલી ક્રૂરતા દેખાડશો નહિ. એણે જે અપરાધ કર્યો હોય, તેની ક્ષમા કરો ! એણે જે કાંઈ પણ ચોર્યું હશે, તે અત્યારે જ હું આપના ચરણમાં મૂકાવીશ અને એને એ જેવો આવ્યો છે તેવો જ સત્વર પાછો મારા બંધુપાસે મોકલી આપીશ. પિયરિયાંમાં મારી નિન્દા થાય, એવું સાહસ કૃપા કરીને કરશો નહિ.”