પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

મુરાદેવીનું હરણ કરીને તેને રાજાનાં ચરણોમાં આપી હતી. એથી જ્યારે મુરાદેવીએ રાજપુત્રને જન્મ દીધો, ત્યારે સ્વાભાવિક રીતે એના હૃદયમાં અત્યંત હર્ષ થયો હતો. વ્યાધ રાજા ખરો ક્ષત્રિય વીર છે અને મુરા ક્ષત્રિય કન્યા જ છે, એમ રાજાને તેણે અનેકવાર કહેલું હતું; પરંતુ તેના એ કહેણને કોઈએ ધ્યાનમાં લીધું નહિ. એથી જો કે તેને ખેદ તો ઘણો જ થયો, પરંતુ તે વેળાએ બીજા અમાત્યોએ રાજાના ચિત્તને ભ્રમિષ્ટ કરી નાંખેલું હોવાથી ભાગુરાયણનો પોકાર સાંભળવામાં આવ્યો નહિ. વિરુદ્ધ પક્ષે, મુરાદેવીને એ જ હરી લાવેલો હોવાથી તેનો પક્ષ કરીને એ લડવા નીકળે તો તેમાં કાંઈપણ અજાયબી જેવું નથી, એમ બોલીને કેટલાકોએ સ્હામી તેની અવહેલના પણ કરી અને કેટલાકોએ તો, જો મુરાનું પ્રાબલ્ય વધશે, તો પોતાનું પ્રાબલ્ય પણ વધશે, એવી આશાથી જ એણે મુરાનો પક્ષ લીધો છે, એવો સ્વાર્થપરાયણતાનો પણ તેને શિરે આરોપ ચઢાવ્યો. તે સમયથી જ ભાગુરાયણનું અંતઃકરણ અતિશય ખિન્ન થઈ ગયું હતું. મુરાદેવીના પાછા સારા દિવસો આવેલા જોઇને પાછો તેને સંતોષ થયો. “હું જે પ્રમાણે પ્રથમ રાજાને કહેતો હતો, તેનો હવે રાજાને અનુભવ થયો. તે જાગૃત થયો અને નિરપરાધિની મુરાદેવીને પુનઃ તેણે પોતાની કૃપાપાત્ર બનાવી, એ ઘણું જ સારું થયું.” એ વિચારો તેના ક્ષુબ્ધ મનમાં પુનઃ શાંતિનો ભાસ કરાવવા લાગ્યા હતા.

એક દિવસ સાયંકાળે અને ચાણક્ય સંગમતીરે એકાંતમાં રમ્ય અને શીતળ ગંગાકરણવાહી વાયુનો ઉપભોગ લેતો બેઠો હતો - તેવામાં ભાગુરાયણે, પોતે મુરાદેવીને કેવી રીતે હરી લાવ્યો અને રાજાને અર્પણ કરી ઇત્યાદિ વૃત્તાંત ચાણક્યને કહી સંભળાવ્યો અને ત્યારપછી તેણે એક પુત્રને જન્મ આપવાની અને તેની સોક્યોએ તેને અને તેના પુત્રનો દ્વેષ કરી અમાત્યો સાથે મળી કેવાં કાવત્રાં કર્યા હતાં અને તે વેળાએ મુરાદેવીનો પક્ષ કરવા છતાં પોતાનું કાંઈ પણ ચાલી ન શક્યું ઇત્યાદિની અથેતિ સમસ્ત કથા કહી સંભળાવી. અને તે સહજ સ્વભાવે બોલ્યો કે, “મુરાદેવીના પુત્રને મેં સારી રીતે જોયો હતો - તેની હસ્તરેષામાં ચક્રવતીં રાજાનાં સર્વ ચિન્હો સ્પષ્ટ હતાં. આજે જો તો જીવ્યો હોત, તો સુમાલ્યના કરતાં પણ કાંઈક મોટો હોત. રાજાએ પ્રપંચીજનોનાં વચનોને સત્ય માનીને તે પુત્રનો પોતે જ ઘત કરાવ્યો, શો ઉપાય? રાજાના એ અવિચારી કૃત્ય માટે મારા મનમાં જે કોપ થયો હતો, તે આજે પણ જેવો ને તેવો જ કાયમ છે.” ભાગુરાયણનું એ ભાષણ સાંભળીને ચાણક્ય થોડીક વાર તો સ્વસ્થ બેસી રહ્યો અને ત્યાર પછી પોતાના કપટજાળને વિસ્તારવાનો