પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫
અમાત્ય રાક્ષસ.

એની માહિતી માત્ર હિરણ્યગુપ્તને જ હતી. હિરણ્યગુપ્ત અંદર આવતાં જ દ્વાર બંધ કરીને રાક્ષસ તેને કહેવા લાગ્યો કે, “હિરણ્યગુપ્ત! જે ખાસ કારણ માટે તને બોલાવ્યો હતો, તે કામ થઈ ગયું; માટે તે વિશે હવે કાંઈ પણ વાતચિત કરવાની નથી. પરંતુ તે વૃન્દમાલા વિશે શી વ્યવસ્થા કરી, તે કહે જોઈએ.”

“સ્વામિન્ !” હિરણ્યગુપ્ત ઉત્તર આપતો બોલ્યો.“ વૃન્દમાલાને મેં પોતે મળીને અમાત્યે તને એકવાર પોતાને મળવાનું કહેલું છે એમ કહ્યું. પણ એ સાંભળતાં જ તે ઘણી જ ગભરાટમાં પડી ગઈ અને અધૂરામાં પૂરું જ્યારે મેં એમ કહ્યું કે, અમાત્ય તને એકાંતમાં મળવા માગે છે, ત્યારે તો તેના ગભરાટનો પાર જ રહ્યો નહિ. પરંતુ મેં તેને, તારી સ્વામિનીના કલ્યાણના હેતુથી તને બોલાવવામાં આવી છે - માટે તને બીવાનું કાંઈપણ કારણ નથી, ઇત્યાદિ વાક્યો કહીને પ્રહર પર્યન્ત સમજાવી, ત્યારે તેણે આજે આવવાની કબૂલાત આપેલી છે.” હિરણ્યગુપ્તનું એ ભાષણ સાંભળીને રાક્ષસે અસંતોષનો ભાવ દેખાડીને કહ્યું કે, “હિરણ્યગુપ્ત ! તું આટલાં વર્ષોથી મારે ત્યાં છે, પણ હજી તને કાંઈ પણ આવડતું નથી, એમ જ દેખાય છે. અરે ગાંડા ! તેને અહીં આવવા માટેનો સંદેશો તારે પ્રથમ તારી પત્ની દ્વારા કહેવડાવવો જોઈતો હતો, તેને બદલે આ તેં કાચું શું કાપ્યું? હિરણ્યગુપ્ત વૃન્દમાલાને મળ્યો હતો, એટલી જ જો મુરાદેવીને ખબર પડી, તો તેને અવશ્ય સંશય આવવાનો જ અને વૃન્દમાલામાંનો તેનો વિશ્વાસ પણ ઊડી જવાનો. અને જો વૃન્દમાલામાંનો તેનો વિશ્વાસ જતો રહે, તો પછી તે આપણને શા ઉપયેાગની ? હશે - જે થયું તે થયું. જો વૃન્દમાલા આજે જ આવી પહોંચશે, તો ઉપાય નથી, પણ કદાચિત્ ન આવે, તો તારી પત્ની તેને જઈને મારી પત્નીને મળવામાટે લઈ આવે, એવી વ્યવસ્થા કરજે. એકવાર એ નિમિત્ત તે અહીં આવી, એટલે ગમે તે ઉપાયે પણ હું તેને મળીશ. એથી તે અહીં શામાટે આવી અને કેમ આવી, એની વધારે તપાસ થવાનો સંભવ રહેશે નહિ. હિરણ્યગુપ્ત ! આવા વિષયોમાં ઘણી જ સંભાળથી કામ લેવું પડે છે, તાત!” રાક્ષસનું એ ભાષણ આટલીવાર હિરણ્યગુપ્ત શાંતિથી સાંભળતો બેઠો હતો. રાક્ષસનું બોલવું પૂર્ણ થતાં જ તે બોલ્યો કે, “મને પહેલાંથી જ એ સુઝ્યું નહિ. ઘણું કરીને તે આજે તે અહીં આવશે જ. પરંતુ જો ન આવી, તો હવેપછીની વ્યવસ્થા આપની આજ્ઞા પ્રમાણે જ કરીશ.” પરંતુ હિરણ્યગુપ્તનાં એ વાક્ય પૂરાં થયાં, ન થયાં, એટલામાં તો પ્રતિહારીએ આવીને જણાવ્યું કે, “સ્વામિન્ ! કોઈ દાસી, અમાત્યે મને