પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

સોંપવામાં આવી છે, એવા મહારાજના તેને આજસુધીમાં એક બે નહિ, પણ અનેક સંદેશાઓ આવી ગયા હતા. માટે હવે રાજાને મોઢેમોઢ મળવાની અચૂક થાય, એવી એક જ યુક્તિ તેના જોવામાં આવી. “જાસૂસો કોઈ શત્રુના ચઢી આવવાની બાતમી લઈ આવ્યા છે, તે રુબરુમાં આપને જણાવીને તે વિશે શી વ્યવસ્થા કરવી, તેની આજ્ઞા લેવાની છે. એમ જણાવીએ, તો જ કાંઈક રાજાના મેળાપનો સંભવ માની શકાય - નહિ તો બીજો ઉપાય નથી. હવે એ જ યુક્તિ કરવી જોઈએ. પણ એની યેાજના કરવી કેવી રીતે ? એ વિશેનો સંદેશો અથવા પત્રિકા મોકલવી કોની મારફતે? આપણી નવીન દૂતિકા વિના બીજા કોઈથી એ કાર્ય સાધી શકાય તેમ છે નહિ.” એમ ધારીને તેણે હિરણ્યગુપ્ત દ્વારા સુમતિકાને બોલાવવાની વ્યવસ્થા કરી. સુમતિકા યોગ્ય વેળાએ આવી – એટલે રાક્ષસે તેને કહ્યું કે, “અત્યારે તારે મારું એક અત્યંત મહત્ત્વનું કાર્ય કરવાનું છે. જો એ કાર્ય તું કરી આપીશ, તો હું તને ઘણું જ મૂલ્યવાન્ પારિતોષિક આપીશ.”

આપ જે કાર્યમાટે આજ્ઞા કરશો, તે કાર્ય ઉભે પગે કરી આવવાને હું તૈયાર છું. મને પારિતોષિકની અથવા તો બીજી કોઈ વસ્તુની કાંઈ પણ અપેક્ષા નથી. આપના જેવા સ્વામિનિષ્ઠ અમાત્યરાજની આજ્ઞાને શિરસાવંદ્ય કરીને કાર્ય સફળ કરી આપતાં મારા મનમાં જે સમાધાન થશે, તે જ મને મળેલું પારિતોષિક છે, એમ હું માનીશ.” સુમતિકાએ મહા યુક્તિ અને ચતુરતાથી એ ઉત્તર આપ્યું. રાક્ષસ એ ઉત્તર સાંભળીને ઠંડો ગાર થઈ ગયો - છતાં પણ પાછા પારિતોષિકની આશા આપતો કહેવા લાગ્યો કે, “કાર્ય કાંઈ વિશેષ નથી. માત્ર આ પત્ર ઘણી જ છૂપી રીતે – ત્રીજા કાનને જાણ ન થાય તેવી રીતે ને મુરાદેવીના જાણવામાં પણ ન આવે તેવી રીતે ચોરી છૂપીથી મહારાજાના હાથમાં પહોંચાડીશ? જો એ પત્ર નિર્વિઘ્ને પહોંચી જાય અને મહારાજ મને મળવાને બોલાવે, તો તત્કાળ તારું પારિતોષિક તારે ત્યાં ચાલ્યું આવશે. એમાં તારે રંચ માત્ર પણ સંશય રાખવો નહિ. કાર્ય તો જો તું ધારે તો સહજમાં કરી શકાય તેવું જ છે.........."

“અમાત્યરાજ ! આપની આજ્ઞા મને શિરસાવંદ્ય છે, એમ હું હમણાં જ બોલી ચૂકી છું – માટે આપના કાર્યની સફળતા થતી હશે, તો હું મારા પ્રાણ પણ ત્યાં પાથરીશ. પરંતુ આ કાર્ય માત્ર આ૫ કહો છો, તેટલું સહજમાં સિદ્ધ કરી શકાય તેવું નથી, એ આપે ધ્યાનમાં લેવું જોઈએ. એક પ્રહર કે અર્ધ પ્રહરની વાત તો દૂર રહી, પણ એક ક્ષણ