પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

પરમેશ્વર જાણે. માત્ર હિરણ્યગુપ્ત વિના આપના બીજા કોઈ પણ અનુચરથી મેં વાત સુદ્ધાં પણ કરી નથી અને હિરણ્યગુપ્ત એ ખબર ત્યાં પહોંચાડે, એ સંભવતું પણ નથી. વળી મુરાદેવીનો અને એનો કોઈ વેળાએ મેળાપ પણ થએલો નથી, ત્યારે દેવીના કાને એ વાત ગઈ કેમ? અને તે પણ આવા કટોકટીના પ્રસંગે ? દેવીએ મહારાજાને મારી નાંખવાની જે યોજના કરેલી છે, તે યોજના બધી મારા જાણવામાં આવી શકે એમ હતું – અને તેવામાં આ ન ધારેલું વિઘ્ન આવી પડ્યું. હું અહીં આવીને તેના મંદિરમાં બનતી બધી બીનાના તમને સમાચાર પહોચાડું છું, એ મુરાદેવી જાણી ચૂકી છે અને તેણે મને યોગ્ય શિક્ષા કરવાનો નિશ્ચય પણ કરેલો તે. વળી એ શિક્ષા તે આજે જ મને આપવાની છે, એમ પણ સંભળાય છે, અને તેણે મને પોતાના જાળમાં સપડાવવા માટે શી યોજના કરેલી છે, તે પણ હું જાણું છું, તેથી જ મારો જીવ બચાવીને હું અહીં ન્હાસી આવી છું. હવે શું કરવું? જે કોઈ પણ પોતાના એક સ્વામીનો દ્રોહ કરીને બીજા પાસેથી લાભ મેળવવાની આશા રાખે છે, તેની આવી જ અવદશા થાય છે ! જો આપના આમંત્રણને માન આપી અહીં આવી નહોત અને પોતાની સ્વામિનીનાં ગુપ્ત રહસ્યો આપને જણાવવાનું નીચ કાર્ય સ્વીકાર્યું ન હોત, તો આજે આવો ભયંકર પ્રસંગ મારા શિરે આવવા પામત નહિ. હવે તો તે પણ મુરાદેવી છે. હું જો સાતમા પાતાળમાં પણ છૂપાઈ રહીશ, તો ત્યાંથી શોધીને પણ એ મારા પ્રાણ લીધા વિના રહેવાની નથી; તથાપિ તેનાથી વિરુદ્ધ થઈને આપની સેવાનો સ્વીકાર કરેલો હોવાથી સહજ જ એવી કલ્પના થઈ કે, હવે આપનાં ચરણો વિના મારો બીજો કોઈ આશ્રય નથી જ.”

“તારે હવે તારા જીવની જરા પણ ભીતિ કરવી નહિ, અને સર્વથા નિશ્ચિન્ત રહેવું. પણ સુમતિકે ! મહારાજના ઘાતના ઉપાય વિશે જે કાંઈ થોડું ઘણું પણ તારા જાણવામાં આવ્યું હોય, તે સત્વર મને કહી સંભળાવ. કારણ કે તે જાણીને મહારાજના પ્રાણ સંરક્ષણનો કોઈ ઉપાય કરવો જ જોઈએ.” અમાત્ય રાક્ષસે તેનું સાંત્વન કરીને પોતાના સ્વાર્થનો પ્રશ્ન પૂછ્યો.

“અમાત્યરાજ ! શું મહારાજના જીવની રક્ષા કરવા માટે હું મારા જીવને જોખમમાં નાંખું ? એમ કહેવામાં મારો એવો હેતુ નથી કે, મહારાજના જીવ કરતાં મને મારો જીવ વધારે વ્હાલો છે. મહારાજના જીવનના આધારે તો અમારું જીવન ટકી રહ્યું છે. પણ મારા મનમાં હજી એવી આશા છે કે, હું પુનઃ મારી સ્વામિનીના કોપને શમાવીને પુનઃ તેની કૃપા મેળવી શકીશ; પરંતુ તેમાં આવાં વિઘ્નો આવવા માંડે, તો મારી