પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

ઇચ્છા જણાય છે, કે એનું પાલન પોષણ મારા હાથે જ થવાનું છે. જો કે હું દીન છું તો પણ ઘણા જ પ્રેમથી એને હું ઉછેરીને મોટું કરીશ.”

કારણ ગમે તે હોય, પણ એ વૃધ્ધે છાતી સરસું ચાંપતાં જ તે દીન બાળક એકાએક રડતું બંધ થઈ ગયું અને તે વૃદ્ધના શરીરને વધારે ને વધારે વળગવા લાગ્યું. “ગોવત્સના શોધનિમિત્તે પરમેશ્વરે અપરાત્રિને સમયે મને અહીં બોલાવીને આ બાળક મારા સ્વાધીનમાં આપ્યું છે એમાં ઈશ્વરનો કાંઈ પણ ઊંડો હેતુ સમાયલો હોવો જોઈએ.” એવી રીતે મનમાં અનેક વિધ વિચારોને જન્મ આપતા તે વૃદ્ધે પોતાના નિવાસસ્થાનનો માર્ગ લીધો. પછી શું પૂછવું ? તે જેને તેને એમ જ કહેવા લાગ્યો કે, “ભગવાન કૈલાસનાથનો મને જ આ બાળક આપવાનો મનોભાવ હતો. મારા હસ્તે જ એના પ્રાણ બચવાના હતા. એ જ કારણથી ઈશ્વરે મારા ગોવત્સને ગુમ કર્યો હતો ” પ્રત્યેક સ્ત્રીપુરુષને તેણે તે બાળકનું દર્શન કરાવ્યું. એ બાળકને નિહાળીને બધાના મનનો એવો જ નિશ્ચય થયો કે, “એ કોઈ ઉચ્ચ કુળનું જ બાળક હોવું જેઈએ.” પરંતુ બાળકનું શરીર તપાસી જોતાં માત્ર એક રત્નખચિત રક્ષાબંધન વિના બીજી કોઈ પણ વસ્તુ તેના શરીર પર જોવામાં આવી નહિ.

-₪₪₪₪-


ઉપક્રમ-ઉત્તરાર્ધ.
દરિદ્રી બ્રાહ્મણ.

પોદ્દઘાત કે ઉપક્રમના પૂર્વાર્ધમાં વર્ણવેલા પ્રસંગને લગભગ પંદર કે સોળ વર્ષ વીતી ગયાં છે. એ વેળાએ યવનોએ પંજાબમાં પોતાનો અધિકાર સારી રીતે જમાવી દીધો હતો. સિકંદર બાદશાહ ત્યાંના ઘણાખરા પ્રાંતોને કબજે કરી તેમની વ્યવસ્થા માટે પોતાના આપ્તઇષ્ટોની નીમણુંક કરીને પોતે સ્વદેશ પ્રતિ પ્રયાણ કરી ગયો હતો. પર્વતેશ નામના એક બલાઢ્ય રાજાનો પરાજય કરીને સિકંદરે તેને પોતાનો માંડલિક બનાવ્યો હતો અને પાછું તેનું રાજ્ય તેને જ સ્વાધીન કર્યું હતું એથી તે રાજા ચિત્તમાં પ્રસન્ન થઈને પોતાને યવનોના માંડલિક તરીકે ઓળખાવવામાં ધન્યતા માનવા લાગ્યો, જે જનો એક વેળા સ્વાતંત્ર્યને ખેાઈને પારતંત્ર્યનો સ્વીકાર કરે છે, તેઓ પછી પારતંત્ર્યમાં જ અભિમાન માની બેસે છે અને બીજાઓ પણ પોતાના જેવા ક્યારે થશે, એની વાટ જોતા બેસે છે. એ જ દશા પર્વતેશની પણ થઈ. પોતાને ગ્રીક યવનોના એક માંડલિક તરીકે ઓળખાવી તે બીજાં રાજ્યોને પણ પાદાક્રાન્ત કરવામાં અર્થાત્ આડકતરી રીતે