પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૩
ભત્રીજો કે પુત્ર ?

હું તેમના સમક્ષ કબૂલ કરીશ અને તેમની ક્ષમા માગીશ. માટે ચંદ્રગુપ્તને લઈને આ૫ અહીંથી અત્યારેને અત્યારે ચાલ્યા જાઓ. નહિ તો કદાચિત્ આપના પ્રાણ પણ જોખમમાં આવી પડવાનો સંભવ થશે.”

એ સાંભળીને ચાણક્ય હસ્યો અને કહેવા લાગ્યો કે, “ મુરાદેવી ! આપણા વ્યૂહને તોડી પાડવો એ તો ઠીક, પણ તે તોડવાની વેળા તેં ઘણી સારી બતાવી હો ! મારા જેવા એક યજન યાજન અને પઠન પાઠન કરનારા બ્રાહ્મણને તે વ્યર્થ આ જાળમાં ફસાવ્યો ! તારી પ્રતિજ્ઞા પૂરી થાય, તેટલા માટે તો હું ચન્દ્રગુપ્તને અહીં લઈ આવ્યો, અને એને રાજ્ય મળવાની જ્યારે સઘળી તૈયારી થઈ ચૂકી, ત્યારે છેક છેલ્લે તું આમ બોલી; ઉઠી? આને તે શું કહેવું? ગાંડી ! તું હવે પોતાના નિશ્ચયને ડગાવીને લાભ મેળવવાની આશા રાખે છે કે ? ના ના........."

એ વાક્ય ઉરચારતાં ચાણક્યનો અવાજ એટલો બધો માટો થઈ ગયો કે મુરાદેવીને ખાસ તેને બોલતો અટકાવવાની ફરજ પડી. તે બોલી “વિપ્રવર્ય ! જો આપ આમ સિંહ સમાન ગર્જના કરવા માંડશો, તો કાલે આવનારું સંકટ આજ જ આવીને ઊભું રહેશે. જો આપ અત્યારે મૌન્ય ધારી પાટલિપુત્ર છોડીને ચાલ્યા જશો, તો આપના પ્રાણ ઊગરશે; નહિ તો તેમ થવું સર્વથા અશક્ય છે. તમારા આ ભીષણ ધ્વનિથી મહારાજા જાગી ઉઠે અથવા તો તે બીજા કોઈના સાંભળવામાં આવે, તો આપની શી દશા થાય વારુ ? હવે જો આપ વ્યર્થ વધારે ન બોલતાં ચંદ્રગુપ્તના અને પોતાના પ્રાણ બચાવવાના પ્રયત્ન કરો તો વધારે સારું. મારો તો હવે દૃઢતમ નિશ્ચય થઈ ચૂક્યો છે. ગમે તેમ કરીને મહારાજને રોકવાનો પ્રયત્ન કરીશ, અને નહિ તો આપણો બધો ભેદ – આ સઘળાં કારસ્થાનનો વૃત્તાંત સંભળાવીને તેમને સાવધ કરીશ – કોઈપણ પ્રકારે હું તેમનો ઘાત થવા દઈશ નહિ.”

“તું તેનો ધાત થવા દેવાની નથી અને પોતાના પેટના પુત્રનો તો ઘાત થવા દેવાની છે ને ?”ચાણક્યે જરાક વધારે ઉગ્રતાથી કહ્યું.

“મારા પેટના પુત્રનો ઘાત ? અને તે હું કરનારી ? મારે પુત્ર જ ક્યાં છે ? આપ શું બોલે છો ?” મુરાદેવીએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું. ચાણક્યના બોલવાના અર્થને તે સમજી શકી નહિ. એટલે ચાણક્ય પુનઃ તેને કહેવા લાગ્યો કે “મારા પુત્રનો ધાત કર્યો છે, તેને હું શાસન કરીશ અને મને વૃષલી કહી છે, માટે મારા પિયરિયાંમાંથી જ કોઈને આ પાટલીપુત્રના સિંહાસન પર બેસાડીશ, એવી તેં પ્રતિજ્ઞા કરી હતી અને અત્યારે