પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

તે કાંઈક વધારે બોલવા જતો હતો, એટલામાં દૂરથી તેને એક મોટા કોલાહલનો અવાજ સંભળાયો. પાટલિપુત્રમાં પર્વતેશ્વરના સૈન્યનો પ્રવેશ થવાથી જ આ કોલાહલ થયો હશે, એવી ધારણાથી તેણે વળી અધિકારીને પણ કહ્યું કે, “પર્વતેશ્વરે નગરમાં પ્રવેશ કરી પ્રજાને પીડવા માંડી છે, તોપણ તું પોતાનાં સૈન્ય સહિત ત્યાં જતો નથી?” એમ કહી તેને તે પોતાનાં કો૫થી આરકત થએલાં નેત્રોવડે જોવા લાગ્યો, “હવે શું કરું અને શું ન કરું?” એમ તેના મનમાં થઈ ગયું – એટલામાં તે અધિકારીએ શાંત થઈ ઉત્તર આપ્યું કે, “સેનાપતિ ભાગુરાયણની આજ્ઞા નહિ થાય, ત્યાં સુધી કોઈપણ પોતાના ધનુષ્યની દોરી ચઢાવનાર નથી કે કોષમાંથી ખડગ પણ બહાર કાઢનાર નથી, યુદ્ધ માટે ખાસ સેનાપતિની જ આજ્ઞા જોઈએ.”

“ત્યારે તે ભાગુરાયણ પર્વતેશ્વર સાથે મળી જવાથી જ આ પ્રપંચ થયો છે, એમ જ માની શકાય. ભાગુરાયણ સેનાધ્યક્ષ ! અંતે તું જ આ રાજહત્યા અને પાટલિપુત્રના નાશનો હેતુ થયો ને?” અમાત્ય રાક્ષસે નિરાશાથી એ ઉદ્દગાર કાઢયો.

વાસ્તવિક રીતે જોતાં રાક્ષસે એ મોટેથી ઉચ્ચારેલા, પરંતુ પોતાને જ ઉદ્દેશીને કહેલા ઉદ્દગારનું ઉત્તર મળવાની કાંઈપણ આવશ્યકતા હતી નહિ, તેમ જ તેણે ઉત્તરની અપેક્ષા પણ રાખી નહોતી, પરંતુ અનેક વેળા સર્વથા ન ધારેલી વાતો બની આવે છે, તે જ પ્રમાણે અત્યારે પણ થયું.

“ભાગુરાયણ સેનાધ્યક્ષ ! અંતે તું જ આ રાજહત્યા અને પાટલિપુત્રના નાશનો હેતુ થયો ને?” એ વાક્યો રાક્ષસના મુખમાંથી બહાર પડ્યા ન પડ્યા, એટલામાં તો તેનું તેને નીચે પ્રમાણે ઉત્તર મળ્યું:-

“અમાત્ય ! - પણ હવે તમને અમાત્ય પણ કેમ કહી શકાય? રાજહત્યા અને પાટલિપુત્રના નાશનો હેતુ કોણ થયો છે, એ હવે સર્વે જાણી ગયા છે. તેં જ કરેલા રાજઘાતનો પ્રતિકાર થવો હવે અશક્ય છે; પરંતુ પાટલિપુત્રનો નાશ હવે હું થવા દઈશ નહિ. તારા કૃષ્ણ કૃત્ય માટે રાજ હિતૈષિજનો તારું યોગ્ય વેળાએ પારિપુત્ય કરશે જ.” એવા ધીર અને ગંભીર વાણીથી ઉચ્ચારેલા શબ્દો રાક્ષસના કાને પડ્યા. એ શબ્દો કોણે ઉચ્ચાર્યા, એ જોવાને રાક્ષસે મુખ ઊંચું કર્યું, એટલે ભાગુરાયણ સેનાપતિ તેની દૃષ્ટિએ પડ્યો, પરંતુ એ શબ્દો ભાગુરાયણે જ ઉચ્ચાર્યા હશે, એવો તેને નિશ્ચય થઈ શક્યો નહિ. ભાગુરાયણે એટલું બોલીને તેના સામું જોયું સુદ્ધાં પણ નહિ, તેણે તત્કાળ પોતાના હાથ તળેના અધિકારીને આજ્ઞા આપતાં કહ્યું કે, “પર્વતેશ્વરે નગરને ઘેરો ઘાલ્યો છે, માટે કિલ્લાપરથી તેના સૈન્યપર મારો