પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૯
ન્યાય શો થયો?

સાધનહીન અને દરિદ્રી હોવા છતાં પણ ચાણક્યે માત્ર પોતાના વિદ્યારૂપી ધનના પ્રભાવથી હિમાલયમાંના કેટલાક વ્યાધ અને ભિલ્લ આદિ જાતિનાં લોકોના રાજાઓ ઉપર તથા ગોપાલ અને અજાપાલ (ગોવાળીઆ અને ભરવાડ) ઇત્યાદિ બીજા લોકોપર પોતાની પ્રતિભા પ્રસરાવી દીધી હતી. પ્રાચીન કાળના ઋષિઓ જેવી રીતે વર્તતા હતા, તેવી જ રીતિનું પોતાનું વર્તન રાખીને તેણે બધાને વશ કરી લીધા હતા. તેમના બાળકોની તો એનામાં એટલી બધી ભક્તિ બંધાઈ ગઈ હતી કે, તેનું વર્ણન પણ થઈ શકે નહિ. કોઈ પણ મનુષ્ય અત્યંત વિદ્વાન અને સાથે નિઃસ્પૃહી હોય તો તેનો પ્રભાવ સર્વત્ર પડી શકે છે, એ સર્વમાન્ય સિદ્ધાંત છે. હિમાલયમાં પોતાના જે ગુણો તેને ઉપયોગી થઈ પડ્યા હતા, તે જ ગુણોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તે પાટલિપુત્રમાં પણ તેને તેવા જ કિંતુ તેથી પણ વધારે ઉપયોગી થઈ પડ્યા. તેમ જ તેના મંત્ર, તંત્ર અને ઔષધિજ્ઞાનના યોગે તથા બુદ્ધભિક્ષુ વસુભૂતિએ આશ્રય આપવાથી પાટલિપુત્રમાંના કેટલાક શ્રીમંત શેઠિયાઓ સાથે પણ તેનો સંબંધ જોડાયો હતો અને દિવસે જતાં તે ઘણો જ દૃઢ થઈ ગયો હતો. ચંદનદાસ જેવા રાક્ષસના મિત્રો પણ ચાણક્યને ઘણી જ માનની દૃષ્ટિથી જોવા લાગ્યા હતા. એટલાં બધાં અનુકૂલ સાધનો હોવા છતાં પણ એ બ્રાહ્મણ તેમનાથી સર્વદા નિઃસ્પૃહતાથી જ વર્તતો હતો. કોઈ પાસેથી તેણે કોઈ દિવસે એક કોડીની પણ યાચના કરી નહોતી. કોઇવાર કોઈ કાંઈ દાન આપતું, તે “હું પ્રતિગ્રહનું ગ્રહણ કરતો નથી.” એમ કહીને તેને તે પાછું જ ફેરવતો હતો. પોતાનું ખરું સ્વરૂપ તેણે કોઇના પણ જાણવામાં આવવા દીધું નહિ.

જેની સહાયતાથી સમસ્ત પાટલિપુત્રમાં તેની ઓળખાણ થઈ હતી, તે વસુભૂતિને પણ તેણે છોડ્યો નહિ. તેની સાથે તેણે પોતાનું વર્તન પ્રથમ પ્રમાણે જ રાખ્યું હતું. માત્ર સિદ્ધાર્થકને સર્વથા પોતાનો ભક્ત બનાવી દીધો હતો. સિદ્ધાર્થક પણ કાંઈ ઓછો ખટ૫ટી નહોતો; તેણે ચાણક્યને અનેક પ્રકારની સહાયતાઓ આપી હતી. પરંતુ તે સર્વનું અહીં વિવેચન કરવાની કશી પણ આવશ્યકતા નથી. એક નિરપેક્ષ અને અત્યંત તેજસ્વી વિદ્વાન બ્રાહ્મણ કેવળ પોતાના ચાતુર્યના બળે અનેક પ્રકારના વ્યુહો રચીને કેવાં કેવાં પરિવર્તનો કરી શકે છે, એની કલ્પના પણ થવી અશક્ય છે. બાળકોએ યવનો પાસેથી લૂંટેલું દ્રવ્ય તેના કોષમાં હોવાથી તેને દ્રવ્યના અભાવથી પડતી વિડંબનાનો જરા જેટલો પણ અનુભવ થયો નહિ. અર્થાત્ તે સર્વથા નિઃસ્પૃહ રહેવાથી જે કોઈ આવ્યું, તે સહજ સ્વભાવે તેના જાળમાં સપડાતું ગયું અને હવે સર્વ પ્રપંચોનો અવધિ