પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

ત્રિભુવનમાં વ્યાખ્યા વ્યાપેલી છે. પોતાની એકવાર એવી કીર્તિ ફેલાઈ ગઈ એટલે પોતાને ગમે તેમ વર્તવાનો જાણે પરવાનો જ મળ્યો, એમ ધારવાનો આવા નીચોનો પરંપરાનો ધર્મ જ હોય છે. કાંઈપણ કારણ ન હોવા છતાં મને પત્ર લખીને મગધદેશ પર ચઢી આવવાનું એણે જ આમંત્રણ આપ્યું હતું. “રાજા ધનાનંદ ઘણો જ મૂર્ખ છે, અને તેથી રાજ્યમાં તેનું બિલ્કુલ ધ્યાન નથી. ઉપરાંત તે એક વૃષલીના મોહપાશમાં ફસાયો છે. જો તેને એવીજ રીતે વર્તવા દઈશું, તો મગધદેશનું ભવિષ્ય ઘણું જ ખરાબ દેખાય છે. જો આપનો ચઢાઈ કરવાનો મનોભાવ હોય, તો આ પ્રસંગ ઘણો જ સારો છે. મેં અંદરખાનેથી એટલી વ્યવસ્થા તો કરી રાખી છે કે, અમુક દિવસે અમુક વેળાએ તેનો તેના પુત્રો સહિત સર્વથા સંહાર થઈ જશે, એટલે એ પ્રસંગે જો તમે આવીને ઉભા રહેશો, તો તમારી ઇચ્છા અવશ્ય સિદ્ધ થશે. રાજા નઠારો હોય તેના કરતાં દેશમાં રાજા ન હોય તે વધારે સારું છે; પરંતુ આપના જેવા સારા રાજા સમક્ષ હોવા છતાં રાજ્યને રાજા વિનાનું શા માટે રહેવા દેવું જોઇએ ?” એવા પ્રકારનાં પત્રો એણે જ મને એક પછી એક મોકલવા માંડ્યાં અને પોતાની ઇચ્છા પ્રમાણે એણે નંદનો તો નાશ હાથમાં કરી લેવાની ઇચ્છા થઈ હોય, એમ પણ જણાય છે. ચન્દ્રગુપ્ત ! તેં મહા પરાક્રમ કરીને મને પકડ્યો, માટે ખરી રીતે તો તું જ આ રાજ્યનો સ્વામી થઈ ચૂક્યો. પણ તારું એ સ્વામિત્વ કાયમ રાખવાની જો તને આશા હોય, તો આ અધમને તું અત્યારે જ યમલોકમાં રવાના કરી દે. નહિ તો કોક દિવસે એ તારા પ્રાણનો પણ શત્રુ થશે, એ મારાં વચનો જોઇએ તો લખી રાખ.જે નીચે આટલાં વર્ષ સ્વામિનિષ્ઠાનો વિચિત્ર વેશ દેખાડીને અંતે પોતાના સ્વામિનું જ નિકંદન કાઢવાનો ભયંકર ભાર માથે ઉઠાવ્યો, તે બીજાની સેવા ખરી નિષ્ઠાથી કરશે, એની ખાત્રી શી? હું હાલ તમારા સ્વાધીનમાં છું - તમારો કેદી છું, તેથી મારા બોલવાને જોઇએ તેટલું વજન આપવામાં નહિ આવે, એ સ્વાભાવિક છે: તો પણ આ નીચના વચનમાં વિશ્વાસ રાખવામાં મેં જેવી ભૂલ કરી છે, તેવી ભૂલ તમે ન કરશો, એટલી જ મારી નમ્ર પ્રાર્થના છે. હવે વધારે હું કશું પણ બોલાવાનો નથી જ. ન્યાય કરીને મને વધસ્તંભ પર લઈ જઈને મારો વધ કરાવો કે શૂળે ચઢાવો અથવા તે બીજી કોઈ ક્રૂર રીતિ શોધી કાઢીને તેની સહાયતાથી મારા પ્રાણનો નાશ કરો; પણ હવે આ નીચના શબ્દો સાંભળવા માટે મને અહીં ઉભો ન રાખો ! હવે હું મારા મુખમાંથી એક શબ્દ પણ બહાર કાઢવાનો નથી. હું જે કાંઈપણ બોલ્યો છું, તે ઘણું છે. હવે મને ન્યાય આપો કે અન્યાય