પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

એાળખતા નથી, તેમ જ એમને પણ કોઈ અહીં ઓળખતું નથી. માટે એ જ યવનરાજાએ મોકલેલા ગુપ્ત દૂત નથી, એની શી સાબેતી? એ યવન રાજાના દૂત છે જ, એમ જોકે નિશ્ચયપૂર્વક અમે કહી નથી શકતા, પણ યદા કદાચિત્ જો તેમ હોય, તો સર્પને દૂધ પીવડાવ્યા પ્રમાણે પશ્ચાત્તાપ કરવાનો પ્રસંગ ન આવે, તેટલામાટે જ આવી નિર્ભયતાથી આ પ્રાર્થના કરવામાં આવી છે.” હિરણ્યગુપ્ત ઉર્ફ ધનાનંદ જો કે કીર્તિનો લોભી અને દાનશૂર તો હતો, પણ તેવી જ રીતે કેટલેક અંશે ચંચલ અને સંશયી સ્વભાવનો પણ હતો. વળી સિકંદર બાદશાહે જબરદસ્તીનો પંજાબમાં જે સપાટો ચલાવ્યો હતો, તેનું સ્મરણ થતાં એ ભાષણમાં તેને ઘણી જ સત્યતા ભાસવા માંડી. “આ બ્રાહ્મણ અદ્વિતીય વિદ્વાન્ હોવાથી અભિમાનમાં જ સભામાં ચાલ્યો આવ્યો, વિદ્વત્તાની સાથે જે નમ્રતા જોઈએ, તે એનામાં બિલ્કુલ હતી નહિ. માટે એ અવશ્ય કોઈ કપટી પુરુષ હોવો જોઈએ.” એવો રાજાના મનમાં સંશય આવ્યો - તેથી તે તત્કાળ એ બ્રાહ્મણને ઉદ્દેશીને કહેવા લાગ્યો, “મારી સભાના પંડિતોએ અત્યારે મને જે સૂચના આપી છે, તે અક્ષરે અક્ષર સત્ય હોય, એમ જણાય છે. તમારું અહીં આગમન થતાં જ મેં તમારો આદર સત્કાર કર્યો; પણ તમારી અહીં કોઈની સાથે એળખાણ છે કે નહિ? એ જો બતાવી નહિ શકો, તો આ ઉચ્ચ આસને બેસવાનું હું ધારું કે તમને પણ યોગ્ય તો નહિ જ જણાય. કારણ કે, એ રાજનીતિથી વિરુદ્ધ છે. તમારા વિશે ખાત્રી આપી શકે, એવો કોઈ પણ ગૃહસ્થ જો આ પાટલિપુત્રમાં હોય, તો કૃપા કરીને બતાવશો.

રાજાનાં એ વચનોને સાંભળતાં જ એ કોપિષ્ટ બ્રાહ્મણના અંગે અંગમાં અગ્નિની જવાળા પ્રસરી ગઈ અને તે તત્કાળ રાજા હિરણ્યગુપ્તને અનુલક્ષીને કોપયુક્ત મુદ્રાથી કહેવા લાગ્યો, “રાજન ! આ તું શું બોલે છે? તારી વિચારશક્તિનો નાશ થયો છે કે શું? યવનોના રાજ્યમાં રહેવાથી ત્રાસીને કોઈપણ આર્યરાજાના દેશમાં જઈ વસવું. એવી ધારણાથી જ હું અહીં આવેલો છું - એટલું જ નહિ, પણ મારા નીતિજ્ઞાનનું અને ધનુર્વેદનું મૂલ્ય આંકી શકે, એવો કોઈ રાજા મળે, તો મારા ગુણોનો તેને લાભ આપી, તે દ્વારા યવનોનો અને પર્વતેશ જેવા બાયલા ભૂપાલનો નાશ કરાવવો અને સર્વત્ર પુનઃ આર્યરાજ્યનો વિસ્તાર વધારવો, એવા ઉદ્દેશથી જ માર્ગમાં તારી કીર્તિ સાંભળીને હું અહીં આવ્યો છું. યવનોનો દ્વેષ, એ મારો ધર્મ હોવા છતાં હું તેમનો ગુપ્ત દૂત છું, એ કેવી અસત્ય શંકાં ?”

તેણે એ ભાષણ એવી તો નિર્ભયતા અને ગંભીરતાથી કર્યું કે, સર્વને તે સત્ય જ ભાસ્યું અને તેથી “રાજા તેની ક્ષમા માગીને તેને સદાને માટે પોતાની