પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

રાખેલા ખાડામાં પડવી જોઇએ, એ હેતુથી તેણે પોતાના ઘરમાંથી ગુપ્ત રીતે ભોયરું ખોદવાનો માર્ગ આપ્યો અને એ ખાઈ ખોદવામાં સહાયતા કરી, એ જ આરોપ. એ વ્યવસ્થા તેણે રાક્ષસના પત્રના આધારે કરી હતી. શક્ષસે તેને લખ્યું હતું કે, “તારે મારી આજ્ઞાને અનુસરવું. મારાં માણસો ખાડો ખોદવાનો તારા ઘરમાંથી આરંભ કરશે; માટે તેમને તારાથી બનતી સધળી મદદ આપજે.” રાક્ષસ વિશે તેના મનમાં અપાર ભક્તિભાવ હોવાથી તેની એ માગણીનો તેણે અસ્વીકાર કર્યો નહિ, અને તેથી જ આજે તેને મૃત્યુના મુખમાં પડવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે.” અજ્ઞાત ગૃહસ્થે વૃત્તાંત સંભળાવ્યો.

“આ તું શું બોલે છે ? શું એ ખાડો ખોદવા માટે રાક્ષસે તેને પત્ર લખ્યું હતું? અરે એ ચાંડાલોએ આવાં ખોટાં ખોટાં પત્ર લખીને કેટલા મનુષ્યોને પોતાના પ્રપંચજાળમાં ફસાવ્યાં છે ! અરેરે ! ચન્દનદાસ ! તારે આ રાક્ષસને પૂછવા માટે તો આવવું હતું ! આવી કોઈ કારસ્થાનની ઘટના કરવી હોય, તો પણ રાક્ષસ કોઈ દિને તે પત્રદ્વારા કરે ખરો કે ? આ કેટલી બધી અંધતા અને કેવો ભીષણ અંધકાર! જ્યારે, આ વાત બીજી રીતે મારા સાંભળવામાં આવી, ત્યારે મારા મનમાં ચન્દનદાસ વિશે ક્રોધ ઉત્પન્ન થયો હતો, પરંતુ હવે તે ફસાયો છે, એમ જાણીને સામી તેની દયા આવે છે ! હં પછી શું થયું?” રાક્ષસે એ ઉદ્દગાર કાઢીને પાછો સવાલ કર્યો.

“થાય શું ? રાજાનો ઘાત થયો અને જ્યારે સર્વત્ર હાહાકાર વર્તી ગયો ત્યારે ચન્દનદાસ એકાએક ગભરાયો અને તેણે રાક્ષસને શોધવા માંડ્યો. પરંતુ રાક્ષસનો તેને ક્યાંય મેળાપ થયો નહિ. બે ત્રણ દિવસ પછી તેને રાક્ષસનો એવો સંદેશો મળ્યો કે, “મારી સ્ત્રી અને મારાં બાળકોને લઈ જઇને તમારે ઘેર રાખો.” એ પ્રમાણે તેણે તેનાં સ્ત્રીપુત્રોને પોતાને ત્યાં રાખ્યાં એટલે ત્વરિત જ ચન્દ્રગુપ્તનો ત્રાસ તેનાપર વર્ષવા માંડ્યો. તેની એવી માગણી હતી કે, "રાક્ષસનાં સ્ત્રી બાળકોને અમારે સ્વાધીન કરી દો, એટલે તારાપર કાંઈપણ આરોપ રાખવામાં નહિ આવે અને તને છોડી મૂકવવામાં આવશે. નહિ તો અવશ્ય તારો વધ થશે.” પરંતુ ચન્દનદાસે તેમની એ માગણીનો સ્વીકાર કર્યો નહિ. સામું તેણે તો એવું જ ઉત્તર આપ્યું કે, “અમાત્યનાં સ્ત્રી અને બાળકોને મેં જ સંતાડી રાખ્યાં છે અને મારો વધ કરશો, તો પણ હું તમને તેમનો પત્તો આપીશ નહિ.” આવું સ્પષ્ટ ઉત્તર મળે, એટલે ચન્દ્રગુપ્ત જેવો દુષ્ટ નર ક્ષમા કેમ જ કરી શકે? તેણે તત્કાલ તેના વધ માટેની આજ્ઞા આપી દીધી, ને તે પ્રમાણે અત્યારે તેને વધ સ્થાનમાં લઈ જવામાં આવ્યો છે. બહુધા તેનો વધ થઈ