પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


“ભાગુરાયણ ! જે કંઈ બોલવાનું હતું, તે હું એકવાર બોલી ચૂક્યો છું, માટે હવે બીજીવાર શું બેાલું ? શું તારું એમ ધારવું છે કે, અમાત્ય રાક્ષસ તમારા જેવા રાજઘાતકીઓના પક્ષનો સ્વીકાર કરશે? મારી શી પ્રતિજ્ઞા છે, તે શું તું નથી જાણતો ? એ મારી પ્રતિજ્ઞાનો કોઈ કાળે પણ ભંગ થવાનો નથી.” રાક્ષસે પુનઃ પોતાનો નિશ્ચય કહ્યો.

એ સાંભળીને પુન: ભાગુરાયણ બોલ્યો કે, “ત્યારે ચન્દનદાસને મારવા વિશેની ચન્દ્રગુપ્ત મહારાજની આજ્ઞાનો ભંગ કેવી રીતે થઈ શકશે?”

“અને જો તેમ નહિ થાય, તો મારા મિત્રના પ્રાણનું રક્ષણ કેવી રીતે થઈ શકશે ? અને તેની પત્ની પણ પોતાના પતિના શબ સંગે સતી થશે. એથી હું પણ પાછો તે વટવૃક્ષ તળે જઈને ફાંસો ખાઈ આત્મહત્યા કરીશ. અરે જ્યારે આમ જ કરવું હતું, ત્યારે મને અને ચન્દનદાસની સાધ્વી પત્નીને આટલી વાર આશામાં શા માટે રાખ્યાં ?” શકટદાસે વચમાં જ પોતાની કર્મકથા કાઢી.

એ વચનો સાંભળતાં જ રાક્ષસ એકાએક સ્તબ્ધ થઈ ગયો. એનું શું ઉત્તર આપવું? એનો તેને માર્ગ સૂઝ્યો નહિ.

—₪₪₪₪—


પ્રકરણ ૩૬ મું.
રાક્ષસનો નિશ્ચય.

કટદાસના શબ્દોનો રાક્ષસના હૃદયમાં વજ્રાઘાત સમાન આઘાત થયો. ચન્દનદાસને છોડવી લાવવાનું વચન આપીને તેને તે વધસ્થાનમાં લઈ ગયો હતો. “મારાં સ્ત્રી અને બાળકો માટે વ્યર્થ તું તારો જીવ ન આપ.” એમ ચન્દનદાસને કહીને “હું પોતે જ મારાં સ્ત્રીપુત્રોને તેમને સ્વાધીન કરીશ, એટલે ચન્દ્રગુપ્ત ચન્દનદાસને અવશ્ય છોડી દેશે.” એવી આશાથી શકટદાસને લઈ ચાલવાને તૈયાર થયો હતો, એટલામાં તો ચન્દ્રગુપ્ત જ ત્યાં આવી પહોંચ્યો. પરંતુ ભાગુરાયણ અને ચન્દ્રગુપ્તનો તો કાંઈ જૂદો જ અભિપ્રાય હોય એમ દેખાયું. એથી રાક્ષસ મહાભારત ધર્મસંકટમાં આવી પડ્યો. સ્થિતિ વિપરીત થવાથી કોઈપણ ઉપાય તેની બુદ્ધિમાં આવી શક્યો નહિ. “જો આ વેળાએ ચન્દ્રગુપ્તને સિંહાસને બેસાડીને હું તેના સાચિવ્યનો સ્વીકાર કરું, તો જ એ ચન્દનદાસને છોડે; નહિ તો આ મારા એકનિષ્ઠ મિત્ર - અરે ભક્તને અવશ્ય શુળીએ ચઢાવીને મારી નાંખવામાં આવશે, અને એ મરશે એટલે એની પત્ની પણ સતી થવાની જ. આ બધા સંહાર કોનામાટે ? લોકો તો એમ જ કહેવાના કે, રાક્ષસનાં સ્ત્રીપુત્રોના પ્રાણના