પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

તો વ્યર્થ જ નીવડી છે. રાક્ષસનો નિશ્ચય ફરી શકે, તેમ દેખાતું નથી, તેના અભિપ્રાય પ્રમાણે ચન્દ્રગુપ્ત બહુ જ નીચ કુળનો પુરુષ છે, અને, તે વળી નન્દનો ઘાત કરીને આવી રીતે સિંહાસનારૂઢ થયો, એટલે તેની સેવાને સ્વીકારી, તેને પોતાનો સ્વામી માનવાનું કાર્ય એનાથી કેમ થઈ શકે ? તેમ જ રાક્ષસને ગમે તેમ કરવા દેવાની અને તેને છૂટો છોડી દેવાની ઉદારતા આપણાથી દેખાડી શકાય તેમ નથી. કારણ કે, છૂટો છોડવાથી તે કદાપિ શાંત થઈને તો બેસવાનો નથી જ. બહુધા તે મલયકેતુને જઈ મળશે. મલયકેતુ એકલો જ મગધપર ચઢી આવે, તેટલો શક્તિમાન્ નથી, અર્થાત્ તેને બીજા કોઈ મોટા રાજાની સહાયતા અવશ્ય લેવી જ જોઈએ, તો જ કાર્ય થાય અને તેવી સહાયતા આ૫નાર રાજા આજે માત્ર એક જ છે, અને તે યવનોનો ક્ષત્રપ સલૂક્ષસ નિકત્તર જ, બીજો નહિ. સલૂક્ષસ નિકત્તર અને મલયકેતુનો મેળાપ થયો, તો તેથી કાંઈ આપણને એટલું બધું બીવાનું કારણ નથી. પણ જો રાક્ષસ જેવો મંત્રી તેમના મંડળમાં જઈ મળ્યો હોય, તો સર્વ પ્રજાજનો નહિ, તો પણ કેટલાક લોકો તેને અનુસરનારા થવાનો સંભવ ધારી શકાય ખરો. માટે એ બીનાને પણ બનતી અટકાવવી જ જોઈએ. પોતાના જ દેશમાં અને નગરમાં કોઈ પણ પ્રકારનો અંત:કલહ હોય, તો તેનો બને તેટલી ઉતાવળે નાશ થવો જ જોઈએ. ઉપરાંત જ્યાં સૂધી હું અહીં છું, ત્યાં સૂધી તો ગમે તેમ કરીને પણ વિજય મળવાનો સંભવ છે; પરંતુ મારાથી હવે અહીં કેટલાક દિવસ રહી શકાશે ? ચન્દ્રગુપ્તના રાજ્યની સારી વ્યવસ્થા રાખવા માટે રાક્ષસની ઘણી જ આવશ્યકતા છે. પણ તેને આપણા પક્ષમાં લેવા માટે હવે કોઈ પણ યુક્તિ ઉપયોગી થવાની નથી જ – હવે એ કારસ્થાનો નિષ્ફળ જ નીવડવાનાં, હવે તો હું પોતે જ તેને એકાંતમાં મળું અને બધી ખરેખરી હકીકત જણાવી દઉં, એથી જો કાંઈ વળે તો વળે એવી આશા છે. હવે પછી બીજી યુક્તિઓ કરવામાં અને દિવસો વીતાડવામાં કાંઈ પણ સાર નથી. તેના માણસોને ફોડવાનું કામ તો ઘણું જ સહેલું હતું. કોઈ પોતાની મહત્ત્વાકાંક્ષા અને મત્સરને લીધે ફૂટ્યા, કોઈ દ્રવ્યલોભથી તો કોઈ સ્ત્રી-મોહથી ફૂટ્યા અને કેટલાક પોતાના ભોળાપણાથી ફસાયા. સારાંશ કે, બીજી સર્વ યુક્તિઓ કરીને તે તે પદવીના અને સ્વભાવના મનુષ્યોના માનસિક વ્યંગોનો શોધ કરીને તેમના પર યોગ્ય અૌષધિપ્રયોગ કર્યો અને કાર્ય સાધી લીધું. પરંતુ રાક્ષસ તેવા કોઈપણ પ્રકારના માનસિક વ્યંગથી રહિત છે. રાક્ષસના મનુષ્યોને ફોડવાનું કામ જુદું હતું અને વ્યર્થ આત્મવિશ્વાસમાં સર્વથા નિમગ્ન થએલા અંધ રાક્ષસને ફસાવવાનું કામ જુદા પ્રકારનું છે. મારા અંધત્વથી હું ફસાયો