પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

જ પ્રથમ તેની મુખમુદ્રામાં કાંઇક સંતોષનો ભાવ દૃષ્ટિગોચર થવા લાગ્યો. એ વિચાર ઘણો જ સારો છે, એમ તેને ભાસવા લાગ્યું. તે વિચાર આ પ્રમાણે હતો;–“હું રાક્ષસ સાથે ભાષણ કરું, તેના કરતાં ચન્દ્રગુપ્ત જ તેને વિનતિ કરે તે વધારે સારું. પણ તેણે વિનતિ કરવી કેવી રીતે? મારે અને ચન્દ્રગુપ્તે પરસ્પર લડાઈ કરવી અને તે લડાઈપણ સારી રીતે કરવી. એ બનાવટી નાટકી લડાઇની વાત જરૂર રાક્ષસને કાને તો જવાની જ. એમ થયું, એટલે ચન્દ્રગુપ્ત મારા પ્રતિ તિરસ્કાર બતાવીને રાક્ષસને પોતાના પક્ષમાં આવવાનું આમંત્રણ કરે. “નન્દોને મારવાની કલ્પના મારી કે ભાગુરાયણની નથી; કિન્તુ ચાણક્યની છે, અને તે ચાણક્યે અંતપર્યન્ત અમને જણાવી ન હતી. આ બધો ભયંકર પ્રસંગ થયો ત્યાં સૂધી તે નન્દને માત્ર પ્રતિબંધમાં રાખવાની જ બધાની ધારણા હતી; પણ છેક છેલ્લી ઘડીએ બધો ગોટાળો કરી અમને કાંઈ પણ ન જણાવતાં દુષ્ટ ચાણક્યે આ બધો રાજઘાત કરાવ્યો. માટે અમને એ માટે દોષ ન આપતાં બનેલી વાતોને વિસરી જશે, એવી આશા છે, એવું જો ચન્દ્રગુપ્ત ભાષણ કરે, તો રાક્ષસ ફસાશે કે? કદાચિત ફસાય, પણ ખરો. પણ જો ન ફસાય, તો કામ માર્યુ જાય. “જો તને હવે આટલો બધો પશ્ચાત્તાપ થતો હોય, અને રાજઘાતનો વિચાર તારા મનમાં હતો જ નહિ, એ તારાં વચનો જો સત્ય હોય, તો હવે પણ આ રાજ્યલોભને – રાજાનો ઘાત થવાથી ખાલી પડેલા સિંહાસનના લોભને તું છોડી શકે તેમ છે. અમે ગમે તે નન્દને અહીં લઈ આવીશું - તપશ્ચર્યા માટે વનમાં પધારેલા સર્વાર્થસિદ્ધિ નામક નન્દ રાજાને વનમાંથી પાછા લાવીને સિંહાસને બેસાડી નન્દવંશનો વિસ્તાર પાછો વધારીશું.' એવું જો રાક્ષસ ઉત્તર આપશે તો ? પછી એનું ચન્દ્રગુપ્ત ખંડન કેવી રીતે કરી શકશે વારુ? એ યુક્તિ પણ નિરર્થક છે. કોઈ પણ કૌટિલ્યના પ્રભાવે રાક્ષસ હવે જાળમાં સપડાવાનો નથી. અત્યંત સ્વામિનિષ્ઠ અને અપૂર્વ સ્વદેશાભિમાન એ જ તેના અંગમાંના વ્યંગો છે; માટે એ બે વ્યંગોનો લાભ લઇને જે કાંઈ પણ કરવાનું હોય, તે આપણે કરવું જોઇએ. તે કેવી રીતે કરવું? હવે ખોટાં પત્રો કે ખોટા સમાચારો મોકલવાની યુક્તિ તો નિષ્ફળ જ થવાની. હવે તો કોઈ નવીન યુક્તિ જ શોધવી જોઇએ.” એમ ધારીને ચાણક્ય વિચારમાં નિમગ્ન થઈને શાંત થઈ બેસી રહ્યો.

પરંતુ એવી રીતે વિચારમાંને વિચારમાં વધારે વાર બેસી રહેવાની ચાણક્યને આવશ્યકતા રહી નહિ. જેના વિશે થશે કે નહિ થાય, એવી તેના મનમાં શંકા હતી, તે કાર્ય પોતાની મેળે જ થઈ ગયું. પર્વતેશ્વરને પકડીને કારાગૃહમાં નાંખવાના સમાચાર તેના પુત્ર મલયકેતુને મળતાં જ તે અત્યંત