લખાણ પર જાઓ

પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

માટેનો આ સંધિ ઘણો જ સારો છે. પર્વશ્વરને કેદ કરવાથી મલયકેતુ ઘણો જ ઉશ્કેરાઈ ગયો છે અને તેથી તે પોતાના સમગ્ર સૈન્ય સહિત આપણને સહાયતા આપવાને તૈયાર છે; માટે આપણું ગ્રીક, ગાંધાર, કાંબોજ અને પંજાબ ઈત્યાદિ દેશોમાંના સૈન્યો અને હાથીએાને એકત્ર કરીને અવશ્ય આપણે મગધદશપતિને પરાજય કરી શકીશું, એવો તેના મનમાં ભાસ થયો અને એવા વિશ્વાસથી તે કમર કસીને લડવાને તૈયાર પણ થઈ ગયો. પ્રથમ તો મલયકેતુ અને સલૂક્ષસે એકાંતમાં બેસીને યુદ્ધવિશે કેટલાક વિચારો કર્યા. તેમાં પ્રથમ વિચાર એવો નીકળ્યો કે, “આપણે એકદમ યુદ્ધને આરંભ કરવો, કે એકવાર ચન્દ્રગુપ્તને પત્ર લખીને પર્વતેશ્વરને મિત્રતાથી છોડી દેવાની માગણી કરવી? અને જો તે માગણીનો અસ્વીકાર કરતા હો, તો અમે તમારું રાજ્ય નષ્ટ કરવા માટે આવી પહોંચીએ છીએ, એમ જણાવું?” સલૂક્ષસ નિકત્તરનો એવો વિચાર હતો કે, “આપણે એકદમ જઈને હલ્લો કરવો, એટલે હાલના ધામધૂમના અને લોકોમાં અસંતોષ ફેલાયલો છે, તેના પ્રસંગે વિજય મળવાનો ઘણો જ સંભવ છે.” મલયકેતુની એવી ધારણા હતી કે, “આપણે એકાએક આક્રમણ કરીશું. તે કદાચિત્ કોપીને તેઓ એકદમ પર્વતેશ્વર – મારા પિતાના પ્રાણને કાંઈ પણ જોખમ પહોંચાડશે. એ હાનિ ન થાય અને પિતા ક્ષેમ કુશળતાથી પાછા આવે, એટલે પછી ધારીશું ત્યારે આપણે હલ્લો કરી શકીશું.”

નિકત્તરે કહ્યું, “મલયકેતુ! તમે કહો છો, તે જો કે ખરું છે, પરંતુ હમણાંનો પ્રસંગ એવો છે કે, તેને વ્યર્થ જવા દેવો જોઇએ નહિ. આપણે જો પત્ર ઇત્યાદિ મોકલીશું, તો એક રીતે તેમને જાગૃત કરવા જેવું જ થશે અને તેઓ બરાબર તૈયારી કરીને આપણી સાથે લડવાને રણભૂમિમાં આવશે.”

“આપની ધારણા પણ ખરી છે.” મલયકેતુએ ઉત્તર આપ્યું. “પરંતુ આપણે એકદમ હલ્લો કરીશું, તો મારા પ્રિયપિતાનો કદાચિત તેએા ઘાત કરી નાંખશે ! એટલે પછી આપના અને મારા શ્રમનું સાર્થક્ય શું? સામ ઉપચારથી જો તેઓ મારા તાતને આપણી પાસે મોકલી આપે, તો પાછળથી વિશ્વાસઘાત કરીને મગધદેશપર ચઢાઈ કરવામાં આપણને શી અડચણ પડવાની છે? પોતાનું કાર્ય સાધવા માટે ગમે તે યુક્તિઓ કરવી, એવો નીતિશાસ્ત્રને સિદ્ધાન્ત જ છે.”

એ પ્રમાણે નિકત્તર અને મલયકેતુનો પરસ્પર સંવાદ થયો અને અંતે એવો નિશ્ચય કરવામાં આવ્યો કે, “મલયકેતુએ પોતા તરફથી એક