પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

થતો જાય છે. અર્થાત્ ધીમે ધીમે લોકો રાક્ષસને અનુકૂલ થવા લાગ્યા છે. માટે એ રાક્ષસને પોતાના પક્ષનો કરી લ્યો, એથી કદાચિત્ વિજય મળશે.”

સંવાહકનું એ એક મંત્રીને છાજે તેવું ભાષણ સાંભળીને શાકલાયન કિંચિત્ ગભરાયો. “આ સંવાહક હશે કે ચાણક્યે મારા મનના ભાવો જાણવા માટે કોઈ જાસૂસને મોકલાવ્યો હશે ?” એવો તેના મનમાં સંશય થયો અને તેથી કોઈપણ ઉપાય કરીને એને પોતાની દૃષ્ટિથી દૂર ન થવા દેવાનો ને પોતાના મનુષ્યોની એનાપર સખ્ત નજર રાખવાનો તેણે નિશ્ચય કર્યો. ત્યાર પછી તેને તે કહેવા લાગ્યા કે, “તારો ઉપદેશ અક્ષરે અક્ષર સત્ય હોય, એમ મને ભાસે છે. પણ રાક્ષસને મળવું કેવી રીતે? અને તેના સાથે વાત ક્યાં કરવી ?”

“એ તો સહજમાં બને તેમ છે. રાક્ષસ અદ્યાપિ પુષ્પપુરીમાં જ છે અને ચાણક્યની પોતાપર સારીરીતે દેખરેખ છે, એ પોતે જાણતો હોવાથી પોતાને ગમે ત્યાં ખુલ્લી રીતે આવે જાય છે. માટે કોઈ પણ વેળાએ આપ એને મળો, એટલે બધું ઠીક થઈ જશે. તમારો અને તેમનો મેળાપ જોઈએ તો હું કરાવી આપું.” હવે સંવાહકે દોરી ઢીલી છોડવા માંડી.

શાકલાયન થોડીકવાર સ્તબ્ધ થઈ બેસી રહ્યો અને ત્યાર પછી બેાલ્યો કે, “સારું-સારું, તું તેની સાથે મારો ભેટો કરાવી આપજે. પછી જોઈશું કે શું થાય છે તે.”

“ભલે - અમાત્ય સાથે તમારી મુલાકાત કરાવી આપવાનું કામ મારા માથે આવ્યું.” સંવાહકે અનુમોદન આપ્યું.

“હું જેના માટે દૂતકર્મ કરવાને આવેલો છું, તે મારું કાર્ય કદાપિ સિદ્ધ થવાનું નથી; આ લોકો પર્વતેશ્વરને સીધી રીતે છોડી દેવાના હોય, એમ લાગતું નથી. એઓ ગમે તેવી ભયંકર ખંડણીની માગણી કરશે જ; અને એ જ કારણ બતાવીને સલૂક્ષસ મલયકેતુને સાથે લઈને મગધદેશ પર ચઢાઈ કરશે. સ્થિતિ નિર્બળ છે, માટે આવી વેળાએ કોઈ પણ પ્રપંચ કરી અહીં કોઈ પણ પ્રકારના ગૃહક્લેશની જ્વાળા સળગાવી મૂકી હોય, તો જ આપણા પક્ષના વિજયની કાંઈક આશા રાખી શકાય; નહિ તો પરાજયનો જ વધારે સંભવ દેખાય છે. અત્યારે રાક્ષસના હૃદયની શી સ્થિતિ છે, એની તેને મળીને માહિતી મેળવવી જોઈએ.” એવો શાકલાયને નિશ્ચય કર્યો. પ્રાચીન કાળમાં સંવાહક જનોની ઘણા જ ખટપટી લોકોમાં ગણના થતી હતી, અને તેમને સર્વ સ્થાને કોઈ પણ જાતિના