પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૫
રાક્ષસ અને શાકલાયન.

સામંતત્વ કરવામાં પર્વતેશ્વરને ગમે તે હિત દેખાયું હોય, પણ મારા વિચાર પ્રમાણે તો એમાં કશું પણ સાર જેવું નથી.”

“સાર જેવું કેમ નથી વારુ? આપના હાથે જ જો સકળ વ્યવસ્થા...”

“શાંતં પાપં ! અરે આ તમે શું બોલો છો ? મારું નામ ન લ્યો - જો પોતાના હાથેજ સઘળી વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય, તો પોતાના બરોબરિયા અને સજાતીય જનોની સહાયતા લ્યો; પરંતુ પરકીયોને - અને તેમાં પણ ખાસ કરીને એલેકઝાંડરે અહીં નીમેલા ક્ષત્રપોને પોતાની કુમકે ન બોલાવો. એમની સહાયતાથી શત્રુઓના નિર્દલનની આશા રાખવી વ્યર્થ છે.” રાક્ષસે વચમાં જ કહ્યું.

“એ વિના બીજો માર્ગ જ નથી.” સાકલાયન બોલ્યો.

“સ્વસ્થ થઈને બેસી રહેવું એ બીજો માર્ગ છે, એથી ઉત્તમ બીજો કયો માર્ગ હોઈ શકે વારુ ?” રાક્ષસે ઉત્સાહહીન શબ્દો ઉચ્ચાર્યા.

“એટલે કે તમારી સહાયતા તો અમને નહિ જ મળે ને?” શાકલાયને પૂછ્યું.

કદાપિ નહિ, આ દુષ્ટોએ રાજકુળનો ઘાત કરીને મારા નામને કલંકિત કરેલું છે, એનું વૈર વાળવાની જો કે મારા મનમાં તીવ્ર ઇચ્છા છે, તોપણ તે ઇચ્છા તૃપ્ત કરવા માટે હું એ સલૂક્ષસ નિકત્તર જેવાઓની સહાયતા કોઈ કાળે પણ માગવાનો નથી. શિવ ! શિવ ! એવી બુદ્ધિ ઉપજી કે સર્વથા આપણો નાશ થયો જ જાણવો.” રાક્ષસે ઉત્તર દીધું.

“પણ ક્ષત્રપના હૃદયમાં કોઈ પણ પ્રકારનો કપટભાવ નથી. કેવળ મલયકેતુના પિતાનું જે અપમાન થએલું છે, તેનું વૈર વાળવા માટે જ તેને સહાયતા કરવી, એટલો જ તેનો હેતુ છે. તેની બદલો મેળવવાની ઇચ્છા નથી.” શાકલાયને કહ્યું.

“મંત્રીવર્ય ! રાજખટપટની બાબતમાં આપ કાંઈ પણ નથી સમજતા, એમ કહેવું એ એક જાતિનું સાહસ છે, માટે તેમ હું કહી શકતો નથી અને તેમ મને ભાસતું પણ નથી. આપ સર્વ જાણો છો; પરંતુ આપ તેના સેવક છો, તેથી જ આપને એમાં તેનો કપટભાવ દેખાતો નથી. જો સમસ્ત ભારતવર્ષને સલૂક્ષસ પાદાક્રાન્ત કરી નાંખે, તો પણ તેમાં એનો દોષ છે, એમ આપને ભાસવાનું નથી જ. પણ મારા મનની અદ્યાપિ એવી દશા થએલી નથી. મગધદેશમાં યવનોનું રાજ્ય થાય અથવા તો યવનોના સામંતપદથી આનંદ માનનારા પર્વતેશ્વરનો અધિકાર જામે, એવી મારી ઇચ્છા નથી. માટે આ કાર્યની સિદ્ધિના પ્રયત્નમાં હું કશી