પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

થયો છું અને તેથી જ નિર્ભયતાથી પૂછું છું કે, જે પુત્રને તું પોતાના તરીકે ઓળખાવે છે તે તારા વંશનો બાળક હોય, એમ દેખાતું નથી. એનો જો કાંઈ બીજો ગુપ્ત વૃત્તાંત હોય, તો મને જણાવી દે, મારે, એના વિશેનો તર્ક જો સત્ય હશે, તો સત્ય સમજજે કે, આ બાળક ભવિષ્યમાં મહાન્ ભાગ્યશાળી થવાનો છે; એ સાર્વભૌમ ભૂપાલ થશે.”

બ્રાહ્મણનાં એ વાક્ય સાંભળીને વૃદ્ધ ગોવાળિયો કાંઈક સચિન્ત થયો. એટલે વળી પાછો બ્રાહ્મણ કહેવા લાગ્યો, “મારા સમક્ષ છૂપાવવાનું કાંઈ પણ કારણ નથી. સંશયને કાઢી નાંખ. જે જાણવાનું હતું તે હું જાણી તો ચૂક્યો જ છું.”

“મહારાજ, તમે ચમત્કારિક પુરુષ છો. માટે તમારા સમક્ષ હું અસત્ય બોલવાનો નથી. જે ખરેખરી હકીકત છે, તે હું તમને જણાવી દઉં છું.” એમ કહીને તેણે ગુપ્ત વૃત્તાંતનું વિવેચન કરવા માંડ્યું, “એ બાળક મારો પુત્ર નથી. અમારા જેવા ગોવાળિયાઓને ત્યાં તે આવાં રત્ન ક્યાંથી હોય વારુ? એ બાળક ઘણી જ નાની અવસ્થામાં મને એક ચાંદની રાત્રે અરણ્યમાંના એક વૃક્ષ નીચેથી મળી આવ્યું હતું. એ પડ્યું પડ્યું રડતું હતું અને એની પાસે બીજું કોઈપણ માણસ હતું નહિ. એ અરણ્યમાં ભટકતાં માંસાહારી પશુઓના હાથેથી બચવા જ કેમ પામ્યું, એનું જ રહી રહીને મને આશ્ચર્ય થયા કરતું હતું. આકાશમાં ઉદિત થએલો ચન્દ્રમા જાણે તેને ધૈર્ય આપીને નિર્ભયતાથી સ્વસ્થ રહેવાનો ઉપદેશ દેતો હોયની ! એવો મને ભાસ થયો. એ બાળકને ઝટ ઉપાડીને હું મારે ઘેર લઈ આવ્યો. એનાં માતા પિતાનો પત્તો મેળવવા માટે મે ઘણાય પ્રયત્નો કર્યા, પરંતુ તેમનો શોધ લાગી શક્યો નહિ. એ બાળકના શરીરપર વસ્ત્રો પણ વિશેષ હતાં નહિ અને ઘરેણાંમાં પણ માત્ર એક રક્ષાબંધન જ હતું. એ રક્ષાબંધનને મેં જાળવીને રાખી મૂકેલું છે. એ બાળક કોનું અને કોના વંશનું છે એનો કાંઈ નિશ્ચય કરી શકાયો નથી. માટે મેં એને મારા પુત્ર તરીકે જ ઉછેરીને મેાટો કરવા માંડ્યો છે.” વૃદ્ધ ગોવાળિયાએ જે બીના બનેલી હતી, તે ખરેખરી જણાવી દીધી.

એ વૃત્તાંત સાંભળીને બ્રાહ્મણ કેટલીક વાર સ્વસ્થતા ધારીને બેસી રહ્યો અને ત્યાર પછી કહેવા લાગ્યો, “તે રક્ષાબંધન ક્યાં છે લાવ જોઈએ? ગોવાળિયાએ તે રક્ષાબંધનને સાત ચીથરાંમાં લપેટીને સાત પડમાં છૂપાવી રાખ્યું હતું, તે ઘણી જ મહેનતથી કાઢીને બ્રાહ્મણને દેખાડ્યું, સામે દીવો બળતો હતો તેની પાસે જઈને બ્રાહ્મણે તે રક્ષાબંધન તપાસી તપાસીને જોયું