પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૩
ચાણક્ય હાર્યો.

હૃદયમાં જોઈએ તેવી કલ્પના થઈ નહોતી. એનું મૂલ્ય હવે તે બરાબર આંકી શક્યો અને તેથી તેણે નિશ્ચય કર્યો કે, “આનો ઉપાય તો કરવો જ. કુટિલતાથી કાર્ય સિદ્ધ નથી થતું તો સરળતાથી તેને સિદ્ધ કરીશ. कार्यं वा साधयामि देहं वा पातयामि એ જ મારી પ્રતિજ્ઞા છે. કાર્ય સિદ્ધ થયું કે પછી આનંદથી હિમાલયની કંદરામાં તપશ્ચર્યા કરવા માટે ચાલ્યો જઈશ.” હવે સરળતા વિના ચાણક્યમાટે બીજો માર્ગ જ નહોતો.

સિદ્ધાર્થક અને ચાણક્યના પરસ્પર સંભાષણની સમાપ્તિ થયા પછી ચાણક્યે સિદ્ધાર્થકને જવાની આજ્ઞા આપી અને પોતે પોતાના તપ્ત મસ્તકને શાંત કરવાના હેતુથી હિરણ્યવતી નદીના તીરપ્રદેશમાં ચાલ્યો ગયો. જ્યાં સુધી અમુક એક કાર્ય કરવું અને કરવું એવો ધ્વનિ મસ્તિષ્કમાં ગુપ્ત રીતે થયા કરે છે, ત્યાં સૂધી મનુષ્યના મનમાં આવેશની ઘણી જ પ્રબળતા રહે છે. પરંતુ તે કાર્ય સિદ્ધ થયું અને દુર્દેવવશાત્ તે કાર્ય યોગ્ય ન હોય અને તેમાંથી લાભ જેવું કાંઈપણ ન નીકળ્યું કે પછી તેના સ્મરણથી મનને સામો ત્રાસ ભોગવવો પડે છે. આપણે કર્યું એ ઠીક ન કર્યું, એમ આપણું મન જ આપણને કહેવા માંડે છે. પરંતુ ભાગ્યયોગે તે જ કાર્ય સારું હતું, એમ કદાચિત્ ભાસે છે, તો તેથી થનારા સંતોષનો વધારે વાર અનુભવ કરતા રહેવાની ઇચ્છા આપણને થતી નથી. એ સંતોષ અને એ આનન્દને આપણે અનુભવીએ નહિ, તો વધારે સારું, એવી જ વાંચ્છના થયા કરે છે. જેઓ મનસ્વી છે, તેમની આવી સ્થિતિ નથી થતી, એમ નથી; પરંતુ પોતાના મનની એવી સ્થિતિનું તેઓ બીજાને દર્શન કરાવતા નથી. પોતાના મનમાં થતો પશ્ચાત્તાપ જગતના જોવામાં ન આવે, એ માટેના તેમના પ્રયત્નો સતત ચાલૂ હોય છે. આ પ્રયત્નો બહુધા સફળ પણ થાય છે અને પોતાની દુર્દશાને જગતની દૃષ્ટિથી તેઓ છૂપાવી શકે છે; પણ પોતાના મનમાં થતા પશ્ચાત્તાપને પોતાની દૃષ્ટિથી તેઓ છૂપાવી શકતા નથી. જ્યાં સૂધી એવા મનસ્વી મનુષ્યો બીજાઓના સંગમાં હોય છે, ત્યાંસુધી તો એવા પશ્ચાત્તાપને તેઓ છૂપાવી શકે છે; પરંતુ સર્વદા અને સર્વ સમયમાં તેમનાથી એ પશ્ચાત્તાપ ગુપ્ત રાખી શકાતો નથી. કોઈ ને કોઈ પ્રસંગ એવો તો આવી જાય છે કે, તે વેળાએ તે પશ્ચાત્તાપ અથવા તો પોતાના મનની સંતપ્ત સ્થિતિ પોતાની મેળે જ બહાર નીકળીને બીજાના જોવામાં આવી જાય છે. ચાણક્યને હમણાં હમણાં પોતાનાં કુકૃત્યો માટે ઘણો જ પશ્ચાત્તાપ થવા લાગ્યો હતો. “મેં જે કૃત્યો કર્યા અને કરાવ્યાં, તે યોગ્ય તો નહોતાં જ મારું અપમાન થયું, તેથી કોપીને મેં સમસ્ત નન્દવંશનો નાશ કર્યો અને તેમાં રાજહત્યા, બાલહત્યા તથા સ્ત્રીહત્યા પણ