પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

વીતાડશો. ખરેખર હું એ યવનોને સંહારીને મગધદેશના મહીપતિના રાજ્ય જેવું અહીં બીજું સ્વતંત્ર રાજ્ય સ્થાપીશ.”

બ્રાહ્મણને આટલી વાર સુધી સર્વથા ગુપ્ત રહેલો સંતાપ મગધદેશ અને ત્યાંના રાજાનું નામ સાંભળતાં જ એકાએક ઉદીપ્ત થયો અને તેથી તે તેને કહેવા લાગ્યો કે “અરે અજ્ઞાન બાળક, મગધદેશના રાજ્ય જેવું રાજ્ય શામાટે કહે છે? તે મગધદેશના રાજ્યસિંહાસને જ આરુઢ કરી હું તને ચક્રવત્તીં-સાર્વભૌમ રાજા બનાવીશ.”



પ્રકરણ ૧ લું
પ્રયાણ.

હન અરણ્ય-હિમાલયમાંનાં ગહન અરણ્યો-અક્ષરશ: ગગનને ચુંબન કરવાને આકાશમાં જનારાં વૃક્ષો તે અરણ્યોમાં હતાં અને વૃક્ષ પણ કેટલા પ્રકારનાં ? તેમના પ્રકારોની ગણના કરી શકાય તેમ નથી. હિમાલયને સર્વ ઔષધિઓના ઉત્પત્તિસ્થાન અને ભંડારની ઉપમા આપવામાં આવે છે, તે કાંઈ ખોટું નથી. સર્વ વનસ્પતિ, સર્વ લતા, અને સર્વ જાતિનાં નાનાં મોટાં વૃક્ષ એ પર્વતમાં શોભી રહેલાં છે, એ પ્રત્યક્ષ હોવાથી કોઈ પણ જાણી શકે તેમ છે અર્થાત્ એ હિમાલયમાંનાં અરણ્યો ગહન હોય, એમાં શું આશ્ચર્ય ? એવા એક અરણ્યના એક ભાગમાં એક આશ્રમ હતું અને તેની ઘણી જ ઉત્તમતાથી વ્યવસ્થા રાખવામાં આવતી હતી. એ આશ્રમને “ચાણકય-આશ્રમ”ના નામથી લોકો ઓળખતા હતા. બ્રહ્મપુત્રાને જઈ મળનારી એક નાનકડી, પરંતુ અત્યંત રમણીય એવી એક નદીના તીર પ્રદેશમાં એ આશ્રમ આવેલું હતું. એ નદીનો પ્રવાહ બહુ બળથી વાતા વાયુ પ્રમાણે વહેતો જતો હતો, અને તેથી જાણે એ જ કારણથી પડેલું હોયની, તેવી રીતે એ નદીનું નામ મરુદ્વતી હતું. જે સ્થળે ચાણકયાશ્રમ આવેલું, તેટલો જ થોડોક ભાગ કાંઈક શાંત રહેતો હતો. એ આશ્રમનો કુલપતિ ચાણક્ય નામનો એક બ્રાહ્મણ મહાતેજસ્વી, મહાવિદ્વાન અને મહા કોપિષ્ટ બ્રાહ્મણ હતો. તેનું તેજ ગોત્રપતિ પ્રમાણે અગ્નિસમાન પ્રજ્વલિત હતું. તેના આશ્રમમાં અનેક બ્રાહ્મણો અને વિદ્યાધ્યયનેચ્છુ બ્રાહ્મણપુત્રો આવીને વસેલા હતા, ઉપરાંત હિમાલયમાંના ભિલ્લાધિપતિઓ પણ તેને ઘણા જ નમીને ચાલતા હતા. ચાણક્યનું અધ્યયન ચારે વેદ, તેમની શાખા અને તેમની ઉપશાખા તેમ જ તેમના ષડંગો અને ઉપાંગો તથા બીજાં સર્વ શાસ્ત્રો ઈત્યાદિના સમાસવાળું હતું. તે કાળમાં જો