પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

બ્રાહ્મણ શ્રેષ્ટ, તું મારો તિરસ્કાર કરે છે, તે હું સારીરીતે જાણું છું; પરંતુ પોતાનો જે તિરસ્કાર કરતો હોય, તેને જ સહાયતા કરવી, એવી મને બુદ્ધદેવની આજ્ઞા મળેલી છે - હું તે પ્રમાણે જ વર્તીશ. તું આ નગરમાં નવો આવેલો છે, એમ તારી ચર્યાને જોતાં સ્પષ્ટ જાણી શકાય છે. માટે તું મારી સાથે ચાલ – મારા વિહાર પાસે શ્રી કૈલાસનાથનું મંદિર છે ત્યાં હું તારા રહેવાની સઘળી યોગ્ય વ્યવસ્થા કરી આપીશ. તારું આવી રીતે આતિથ્ય કરવામાં મારા મનમાં કોઈ પણ પ્રકારની પાપબુદ્ધિ છે, એવી શંકા માત્ર પણ ન કરતાં નિશ્ચિન્ત રહેજે.”

એ બુદ્ધભિક્ષુ પોતે વૃદ્ધ હતો અને તેનું એ ભાષણ ઘણું જ પ્રેમથી ભરેલું હતું. ચાણક્યને પણ ઉતારા માટે જગ્યાની જરૂર તો હતી જ. તેથી તેટલા સમયને માટે પોતાના બુદ્ધો માટેના તિરસ્કારને દૂર કરીને ચાણક્યે તે બુદ્ધભિક્ષુના આમંત્રણને સ્વીકારવાનો નિશ્ચય કર્યો અર્થાત્ તેનો સ્વીકાર કર્યો.

બુદ્ધભિક્ષુકે તેને પોતાના વિહારમાં લઈ જઈને પાસેના કૈલાસનાથના મંદિરમાં તેને રહેવાની બધી ગોઠવણ કરી આપી. બુદ્ધભિક્ષુના એ સત્કારનો તેણે ઘણા જ કષ્ટથી સ્વીકાર કર્યો. જોકે ચાણક્યના મનમાં તો એને માટે પશ્ચાત્તાપ થતો જ હતો; પરંતુ તે જ રાત્રે એક નવીન ચમત્કાર થવાથી તેનો તે પશ્ચાત્તાપ દૂર થયો અને તેને સ્થાને આનંદનો ભાવ આવીને વિલસી રહ્યો.

હમણાં જ આપણે કહી ગયા છીએ કે, એ સમયે ઉત્તરભારતવર્ષમાં બૌદ્ધ મતનો પ્રસાર કાંઈ ઘણા બળથી થતો નહોતો. પરન્તુ એ ધર્મમતની વિરુદ્ધ ગમે તેટલી ખટપટ કરીને તેનો પ્રસાર થાય, તે પહેલાં તે તેને છિન્ન ભિન્ન કરી નાંખવાના પ્રયત્નો પણ કાંઈ તેવા બળપૂર્વક પ્રચલિત થયા નહોતા. ક્વચિત્ કોઈ એક બ્રાહ્મણ, થોડાક ક્ષત્રિયો, તેટલા જ પ્રમાણમાં વૈશ્ય અને તેથી થોડાક અધિક શુદ્રો ધીમે ધીમે બૌદ્ધધર્મમાં જતા હોય, એવાં ચિન્હો દેખાવા લાગ્યાં હતાં. પણ એ ઊપરથી કાંઈ એમ ધારવાનું નથી કે, સ્વધર્મના પ્રસાર માટે બુદ્ધભિક્ષુઓના પ્રયત્નો ચાલતા નહોતા, તેમના પ્રયત્નો તો ચાલુ જ હતા; પરંતુ અદ્યાપિ બ્રાહ્મણ ધર્મી રાજા કિંવા બ્રાહ્મણ આચાર્યના પોતાના અથવા તો કુલપતિઓના મનમાં તેમનું પરિણામ થઈ શકે, એટલા બધા તે પ્રયત્નો પ્રબળ થયા ન હોતા. એ એક જેવો તેવો ગાંડો ધર્મ છે - કેટલાંક માણસો એને માને છે અને કેટલાક નથી પણ માનતા, એવી ભાવનાથી બૌદ્ધધર્મ પ્રતિ રાજ્યકર્તાઓ દુર્લક્ષ કરી જતા હતા. માત્ર કટ્ટા બ્રાહ્મણો જ એનો બહુ તિરસ્કાર કરતા હતા અને તે એટલે સૂધી કે, બુદ્ધના નામનું ઉચ્ચારણ કરવું, એ પણ તેમને પાપજનક ભાસતું હતું. પરંતુ