સમાધાન કરીશું.” એમ ધારીને તે સ્વસ્થ રહ્યો. ચાણક્ય પોતાના આહ્ભિક કર્મની સમાપ્તિ કરીને “હવે શું કરવું?” એવા વિચારમાં ઊભેા હતો, એટલામાં બુદ્ધભિક્ષુ તરફથી વળી પણ એક માણસ આવ્યો અને તેણે કહ્યું કે, “બ્રહ્મર્ષિના નિત્ય કર્મની સમાપ્તિ થઈ હોય, તો ભિક્ષુ વાટ જોતા બેઠા છે, માટે ત્યાં પધારવાની કૃપા કરશો.” પ્રથમ તો આ બધા પ્રકારથી ચાણક્યને એવી શંકા થઈ કે, આ બધો તે પોતાનો દંભ જ બતાવે છે, અને તેથી તેને ઝટકાવી નાખવામો પણ તેણે વિચાર કર્યો. પરંતુ સત્વર જ તેનો એ વિચાર બદલાઈ ગયો. તેના મનમાં આવી ભાવનાઓ થવા લાગી, “હું આ નગરમાં જે કાર્ય માટે આવેલો છું, તે કાર્ય જો સિદ્ધ જ કરવું હોય, તો કઈ વેળાએ કોની સહાયતાની જરૂર પડશે, એનો નિશ્ચય નથી. માટે સ્વાર્થી મનુષ્ય અતિશય નીચ મનુષ્યથી તે ઉચ્ચતમ પદવીના મનુષ્ય પર્યન્ત સર્વનો સ્નેહ એક સરખી રીતે જ મેળવવો જોઇએ. નકામીમાં નકામી વસ્તુનો સંગ્રહ કરવો. અમુક વસ્તુ તો તુચ્છ અને તિરસ્કરણીય અને અમુક જ માત્ર સંગ્રહ કરવા યોગ્ય છે, એમ ધારવાથી પરિણામે હાનિનો જ સંભવ થાય છે. સર્વ વસ્તુઓને અને સર્વ મનુષ્યોને સમય આવ્યો કે સારી રીતે ઉપયોગ કરી શકાય છે.” એવી રીતે મનમાં જ નીતિના વિચારોની શૃંખલાને ગોઠવીને તેણે પોતાની જિહ્વાને કાબૂમાં રાખી અને તે સંદેશો લઈને આવેલા માણસને “હું પાછળ પાછળ આવું છું. તું આગળ ચાલ.” એવું શાંત ઉત્તર આપ્યું. થોડી જ વેળામાં ચાણક્ય તે બુદ્ધભિક્ષુ પાસે જઈ પહોંચ્યો.
બુદ્ધભિક્ષુ તો ચાણક્યની વાટ જોતો જ બેઠો હતો. તેણે ચાણકયનું આગમન થતાં જ પોતે ઊઠીને નમસ્કાર પૂર્વક તેનો સત્કાર કર્યો, અને પાછો ભેાજન વિશે પ્રશ્ન કર્યો, એ પ્રશ્ન સાંભળતાં જ ચાણક્યના મનમાં પુનઃ કિંચિત્ સંકોચ થતાં તે બુદ્ધભિક્ષુને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “ભિક્ષો ! આપ મને જો ધાન્ય આદિ પદાર્થો ક્યાં મળે છે, એટલું જ માત્ર બતાવશો અથવા તો બજાર ક્યાં છે, તે બતાવવાને પોતાનું માણસ સાથે આપશો, તો મારી પાસે પૈસા છે. હું ધાન્ય આદિ વેચાતું લઈ આવીને ભેાજન કરીશ. આપે વિના કારણ મારા માટે શ્રમ લેવાની કાંઈ પણ અગત્ય નથી. આપે જે મને આટલી બધી સહાયતા આપેલી છે, એ પણ આપનું મારા શિરે કેટલું બધું ઋણ થએલું છે. વળી આપના જેવાનું ઋણ કદાપિ ફેડી શકાય તેવું નથી હતું. કારણ કે, બદલાની આપના હૃદયમાં આશા જ નથી. ઉપકાર એવા મનુષ્યનો લેવો જોઈએ કે, કોઈ વાર આપણે પણ તેના પર ઉપકાર કરી શકીએ. માટે......... ”