પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


વસુભૂતિએ એ વિશે જરાક વિચાર કર્યો અને ત્યાર પછી કહ્યું કે, “ભલે જા. જવામાં કાંઈ પણ હરકત જેવું નથી, પણ આને હું કોઈ ગુપ્ત કાર્ય માટે મોકલું છું માટે તું સાથે હોવાથી ....... "

“હું સાથે હોવાથી કાર્યમાં કાંઈ પણ હરકત થતી હોય, તો જવા માટે મારો જરા પણ આગ્રહ નથી. પરંતુ આપના રહસ્યનો મારામુખે પ્રકાશ થઈ જાય, એવી શંકા તમારે કોઈ કાળે પણ કરવી નહિ. મેં આ નગરમાં પ્રવેશ કર્યો, તે જ ક્ષણથી જેણે આવી રીતે આદરથી અને પ્રેમથી મારું આતિથ્ય કર્યું છે, તેના જ કામને હું ઊધું વાળું, એ વાત ત્રણ કાળમાં થવી અશક્ય છે. મારાથી બનશે તો એમાં સ્‍હામી સહાયતા કરીને જ આપનું મારા શિરે થએલું ઋણ હું ફેડી આપીશ.”

ચાણક્યે એ વાક્યો એટલી બધી ગંભીરતાથી ઉચ્ચાર્યાં, કે તે સાંભળતાં વસુભૂતિના મનમાં લેશ માત્ર પણ સંશયની ભાવના રહી નહિ. તેણે તત્કાળ કહ્યું કે, “તેવું કાંઈ પણ નથી, સિદ્ધાર્થક! આને પણ તારી સાથે લેતો જા. માત્ર વૃન્દમાલાને પત્ર આપે, તે ગુપ્ત રીતે આપજે.” ચાણક્યને ઘણો જ સંતોષ થયો અને તે સિદ્ધાર્થક સાથે નગરમાં જવાને નીકળ્યો.

સિદ્ધાર્થક એક તરુણ કાયસ્થ હતો, તેને કોઈ કારણથી રાજદંડ થતાં તે વિમાર્ગમાં પડી ગયો હતો - વસુભૂતિએ તેને સારો ઉપદેશ આપીને પોતાનો શિષ્ય બનાવ્યો હતો. તે પણ વસુભૂતિમાં અતિશય ભક્તિભાવ રાખીને તેની એક નિષ્ઠાથી સેવા કરતો હતો. ચાણક્યે સિદ્ધાર્થકને જોતાં જ એવો નિશ્ચય કરી રાખ્યો હતો કે, “મારા ધારેલા કાર્યમાં આ મૂર્તિ મને ખરેખરજ ઉપયોગી થઈ પડશે.” એ નિશ્ચય થવાથી તેનો પ્રેમ પોતા તરફ વાળી લેવાના અને તેની સાથે મિત્રતા કરવાના હેતુથી જ ચાણક્ય તેની જોડે નગરમાં જવાને તત્પર થયો હતો.

વૃન્દમાલાને આપવા માટેનું સિદ્ધાર્થકના હાથમાં જે પત્ર હતું, તેમાં શી હકીકત હશે, તેની ચાણક્યે સહજ જ મનમાં કલ્પના કરી લીધી. કારણ કે, આગલે દિવસે વસુભૂતિ અને વૃન્દમાલાનું પરસ્પર ભાષણ થયું, તે વેળાએ ચાણક્ય પણ ત્યાં હતો જ. માર્ગમાં જતાં જતાં સિદ્ધાર્થકે ચાણક્યને ભિન્ન ભિન્ન સ્થળોનાં, મંદિરોનાં અને મહાલયોનાં નામો કહી સંભળાવ્યાં. મોટા મોટા શેઠો, ધનવાનો અને વ્યાપારી લોકોના બજારોમાંથી વિચરતાં તેમનામાં જે મુખ્ય મુખ્ય શેઠો હતા, તેમનાં નામો પણ મુખથી વર્ણવ્યાં. તે પ્રમાણે જૂદા જૂદાં બાગ બગીચા, વાડીઓ અને જોવાલાયક જગ્યાઓ જેમ જેમ આવતાં ગયાં, તેમ તેમ તે સઘળાનું સિદ્ધાર્થક થોડું ઘણું વર્ણન કરતો ગયો. અંતે તેઓ એક