પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

શકે વારુ ? છતાં પણ માર્ગમાં જતાં જતાં ચાણક્યને જોવા માટે તેણે પોતાની દૃષ્ટિને અહીં તહીં ફેરવવાનું પણ બાકી રાખ્યું નહિ.

ચાણક્ય એ વામમાર્ગીઓના મંદિરમાં ગયો. તે કોઈ ખાસ કારણને લીધે જ ગએલો હતો. તે સારી રીતે જાણતો હતો કે, “સિદ્ધાર્થ કાંઈ એ મંદિરમાં આવનારો નથી. અને તેથી એને ટાળવાનો મારે જે ઉપાય કરવાનો છે, તે આ મંદિરનો આશ્રય લેવાથી પોતાની મેળે જ થઈ જશે.” એ હેતુથી જ તે ત્વરિત બહાર નીકળ્યો નહોતો. એ ચંડિકેશ્વર મહાદેવના મંદિરમાં પણ કૈલાસનાથના મંદિર પ્રમાણે જ પુષ્કરિણીઓ ઈત્યાદિ સર્વે સાધનો હતાં; માટે ત્યાં જ પોતાના સાયંસંધ્યાદિ કર્મો કરીને ત્યાર પછી બહાર પડવાનો વિચાર કરીને તે ત્યાં જ રોકાયો. સાયં પ્રકાશનો મંદ આભાસ થતાં જ એક પુષ્કરિણીના તટે બેસીને તેણે સંધ્યાવંદન આદિ વિધિનો આરંભ કર્યો અને સ્વસ્થતાથી ધ્યાનમાં લીનતા કરી. બહાર પોતાની વાટ જોતો સિદ્ધાર્થક માર્ગમાં ઊભો હશે, એની તો જાણે તેને કલ્પના જ ન હોયની, એવો તેની ગંભીર મુખમુદ્રાને જોતાં ભાસ થતો હતો. જાણી જોઈને જ જ્યાં કોઈ અમુક પ્રકારનું વર્તન કરતો હોય, ત્યાં એવી કલ્પનાનો ભાસ ક્યાંથી થઈ શકે વારુ ?

સ્વસ્થ ચિત્તે પોતાનાં સર્વ કર્મો આટોપીને ચાણક્ય તે મંદિરમાંથી બહાર નીકળ્યો. મંદિરમાં ગયાને આ વેળાએ તેને લગભગ એક પ્રહર જેટલો સમય થયો હતો. એક પ્રહર પર્યન્ત તેની વાટ જોઈને સિદ્ધાર્થક ઊભો રહે, એ ન બનવા જોગ હોવાથી તેણે તેને શોધવાનો જરા પણ શ્રમ લીધો નહિ.

ચાણક્ય ચંડિકેશ્વરીના મંદિરમાંથી બહાર નીકળ્યો અને રાજમંદિરની દિશામાં તેણે પ્રયાણ કર્યું. તેને માર્ગની જોઈએ તેવી માહિતી હતી નહિ. તથાપિ પ્રથમથી જ જતાં આવતાં કેટલીક નિશાનીઓ ધ્યાનમાં રાખેલી હોવાથી અટકળે તેણે ચાલવા માંડ્યું. ચાણક્યના આ કપટખેલનું કારણ એ હતું કે, “વૃન્દમાલા રાત્રે અવશ્ય વસુભૂતિ પાસે આવશે, માટે તેને માર્ગના મધ્યમાં જ મળવું અને હું માર્ગ ભૂલી ગયો છું, તેથી અચાનક તારો મેળાપ થઈ ગયો, એમ તેને જણાવવું, ત્યાર પછી તેની સાથે જ વિહારમાં જવું - એટલે માર્ગમાં ચાલતાં ચાલતાં કાંઈક પણ સંભાષણ તો થવાનું જ, અને એ સંભાષણથી વૃન્દમાલાના મુખથી મુરાદેવી વિશેની કોઈને કોઈ રહસ્યનું જ્ઞાન પણ થવાનું જ. એથી ભવિષ્યમાં મારા કાર્યસાધનમાં ઘણી જ સુલભતા થઈ પડશે.” એવો ચાણક્યે પોતાના મનમાં