પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
પ્રારમ્ભ.

સ્વામિનિષ્ઠ છે. નહિ તો મુરાદેવી પરથી રાજાની પ્રીતિ એાછી થાય, તેને કારાગૃહમાં નાંખવામાં આવે અને તેના પરિચારકોને લાભની કાંઈ પણ આશા ન હોય, એવા સમયમાં તેના માટે આવી ચિંતા કોણ રાખે ? ખરેખર તને જેટલા ધન્યવાદ આપીએ તેટલો થોડો જ છે.” ચાણક્યે વૃન્દમાલાની સ્પષ્ટ સ્તુતિ કરી. એ સ્તુતિ સ્તોત્રને સાંભળી વૃન્દમાલા મનમાં ઘણી જ સંતુષ્ટ થઈ અને કહેવા લાગી કે, “વિપ્રવર્ય ! આમાં હું કાંઈ પણ વિશેષ કરતી નથી. મારો એ ધર્મ છે અને તે ધર્મ પ્રમાણે હું વર્તન કરું છું.”

“ખરું – એ તારો ધર્મ છે, એ માન્યું; પરંતુ એ ધર્મનું પાલન કરનારાં દાસદાસી આજે ભાગ્યે જ ક્યાંક જોવામાં આવે છે. તેમાંની તું એક છે, એ જ માત્ર પ્રશંસાનું કારણ છે.” ચાણક્યે પોતાના મતને દૃઢાવ્યું.

થોડીક વાર સુધી પાછાં બન્ને મૂક મુખે માર્ગમાં ચાલવા લાગ્યાં ચાલતાં ચાલતાં વળી ચાણક્ય તેને ઉદ્દેશીને કહેવા લાગ્યો; “વૃન્દમાલે ! જેવી રીતે તું પોતાની સ્વામિનીના પ્રાણરક્ષણ માટે ગમે તે સાહસ કરવાને તૈયાર છે, તેવી જ રીતે તેના કોઈ પણ મનોહેતુને પાર પાડવા માટે સાહસ કરવાને તૈયાર થાય ખરી કે ? મારા ધારવા પ્રમાણે તો થવી જ જોઈએ.”

“એ વિશે વળી પ્રશ્ન તે શો કરવાનો હતો ? વધારે શું કહું? આજે દેવી જે વિષયને સંભારીને આડું અવળું જેમ આવે તેમ બક્યા કરે છે, તે કાર્ય જો સુલભ અને સાધ્ય હોત, તો તેની સિદ્ધિ માટેના પ્રયત્નમાં પણ મેં મુરાદેવીને મારાથી બનતી સહાયતા આપી હોત. પણ એ કાર્ય અસાધ્ય છે અને મારી સહાયતાનો ઉપયોગ થાય તેમ નથી. મુરાદેવી તો એક ઉન્મત્ત મનુષ્ય પ્રમાણે જ બક્યા કરે છે. તે કહે છે કે, “હું નંદકુળનો નાશ કરીશ અને તેને સ્થાને-સિંહાસને મારા પિતૃકુળના કોઈ પણ મનુષ્યની સ્થાપના કરીશ.” એમાં શો સાર ? હા, કદાચિત એનો પુત્ર અત્યારે જીવતો હોત, તો એમ બની પણ શકત. પણ આ ધારણા વ્યર્થ છે,” વૃન્દમાલાએ પોતાના વિચારો નિષ્કપટતાથી વ્યકત કરી દીધા.

ચાણક્યે તેના છેલ્લા શબ્દોને લક્ષમાં ન લેતાં હસિત મુદ્રાથી તેને કહ્યું કે, “જો મુરાદેવીનો પુત્ર જીવતો હોય અને તેને સિંહાસનારૂઢ કરવાના જો તે પ્રયત્ન આદરે, તો તો તું સહાયક થવાની ને ? ઠીક વૃન્દમાલે ! તું ખરેખરી સ્વામિનિષ્ઠ સેવિકા છે. તું નિત્ય વંદન કરવાને