પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


ધનાનન્દનું એ ભાષણ સાંભળતાં જ પરિચારિકા અને વેત્રવતી બન્ને જણ ન ધારેલી આકાશવાણીથી ચકિત થઈ ગઈ હોય અથવા તો વિદ્યુલ્લતાના આઘાતથી જીવહીન બની ગઈ હોય, તે પ્રમાણે સ્તબ્ધ ઊભી રહી ગઈ; પરંતુ પરિચારિકા સત્વરજ સાવધ થઈ. મહારાજના અંતઃપુરમાં પધારવાની શુભવાર્તા સંભળાવવાથી મુરાદેવીને ઘણો જ આનંદ થશે, એમ ધારીને તે એકદમ દોડીને અંત:પુરમાં જઈ ઊભી રહી. વેત્રવતીનું આશ્રય એટલું શીધ્રતર દૂર થઈ ન શક્યું. તેને આ સત્ય ઘટના છે કે સ્વપ્ન, અને એ શબ્દો ખરેખર રાજાના મુખમાંથી બહાર પડ્યા કે કેવળ ભ્રમ હતો, એનો નિર્ણય તે કરી શકી નહિ. તે ખરેખર એક પાષાણની પ્રતિમા પ્રમાણે ઉભી રહેલી હતી. એની એવી દશા થવાની છે, એ જાણે રાજા ધનાનન્દને પ્રથમથી જ જણાઈ ચૂક્યું હોયની ! તેવી રીતે રાજા સ્મિત કરીને કહેવા લાગ્યો કે, “વેત્રવતી, તું સ્વપ્નમાં તો નથી જ, તું જાગૃત અવસ્થામાં છે, સમજી કે? ખરેખર મને કિરાતકન્યા મુરાદેવીના અંતઃપુરનો માર્ગ બતાવ. મને પણ તેનાં દર્શનની ઇચ્છા થએલી છે. જેનો મેં પંદર સોળ વર્ષથી ત્યાગ કરેલો છે, જેને હું કારાગૃહમાં પણ નાંખી ચૂક્યો છું અને તેણે પોતે જ મને બોલાવ્યો છે, તો ત્યાં જઈને મારે મારા આ વિચારગ્રસ્ત મનને શાંતિ આપવી જ જોઈએ. કોઈપણ નવીન વિલાસમાં મન દોરવાતાં જૂના વિચારો પોતાની મેળે જ દૂર થઈ જાય છે.” એમ કહીને રાજા ધનાનન્દ પોતાના આસન પરથી ઉઠ્યો અને વેત્રવતીએ દેખાડેલા માર્ગને અનુસરીને ચાલતો થયો. માર્ગમાં જતાં જતાં તેણે વળી ૫ણ કહ્યું કે, “કુમાર સુમાલ્ય જેવાના યૌવરાજ્યાભિષેકના મહોત્સવ પ્રસંગે જ્યારે ભયંકર અપરાધીઓ પણ સુખ મેળવે છે, ત્યારે આ મુરાદેવી મારા વિયોગના દુ:ખમાં ઝૂર્યા કરે, એ જોવાની હવે મારી મનોભાવના નથી. જે થવાનું હતું તે થયું છે, પણ હવે તો તેને સુખ થવું જ જોઈએ.”

રાજાનાં એ બોલવામાં કેટલીક સ્વાભાવિકતા તેમ જ કેટલીક કૃત્રિમતા પણ સમાયલી હતી - ત્યાં જવાનો તેનો મુખ્ય હેતુ તો વિનોદવાર્તા કરીને શોકને ભૂલવાનો જ હતો. થોડો ઘણો પ્રેમ હોય, તો પરમાત્મા જાણે. છતાં પણ રાજાને ત્યાં જવાની ઇચ્છા થઈ, એ પણ એક ઘણી જ મોટી વાત કહેવાય.

પરિચારિકાએ જઈને ઘણાજ હર્ષથી મહારાજાના આગમનના સમાચાર મુરાદેવીને કહી સંભળાવ્યા. તે સાંભળતાં જ એક ક્ષણમાત્ર - એક જ ક્ષણ માત્ર – તેને તેની સત્યતાની પ્રતીતિ થઈ ન શકી – પરંતુ પછી પરિચારિકાના મુખને જોતાં તે સત્ય બોલે છે, એવો મુરાદેવીને નિશ્ચય થયો અને તે જ પળે