પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

પોતાના પતિને વશ કરવાના પ્રયત્નમાં નિર્વિઘ્ન યશની પ્રાપ્તિ થતાં તેને જેટલો આનંદ થતો હતો, તેના કરતાં પોતાની સોક્યોની બળત્રાને જોઇને અધિક આનંદ થતો હતો; પરંતુ એ આનંદથી તે ફૂલી ગઈ નહોતી. તેણે પોતાનું માથું ઠેકાણે અને ઘણું જ શાંત રાખ્યું હતું: કારણ કે, જેટલો ન ધારેલી રીતે એ આનન્દ આવ્યો છે, તેટલો જ ન ધારેલી રીતે કદાચિત નષ્ટ પણ થઈ જાય, એ તે સારી રીતે જાણતી હતી. તેમ જ આ પ્રસંગ હાથમાંથી ગયો તો પછી મરણ સુધી એવો પ્રસંગ મળવાનો નથી; એમ ધારીને મહારાજાના મનમાં વ્યાપેલા પોતાના સામ્રાજ્યને તેણે ક્ષણે ક્ષણે દૃઢ કરવાના પ્રયત્નો કરવા માંડ્યા. સ્વસ્થ અને નિરુદ્યોગી બની બેસી રહેવામાં કશો પણ લાભ નથી, એવો તેનો દૃઢ અભિપ્રાય હતો.

તે ધનાનન્દની ઇચ્છા પ્રમાણે જ પોતાનું પ્રત્યેક વર્તન કરતી હતી. પ્રત્યેક શબ્દનો ઉચ્ચાર પણ રાજાની ઇચ્છાને અનુસરીને જ કરવામાં આવતો હતો. ભાષણ ચાલતું હોય અને રાજા વચમાં અટકાવે તો તેને ત્યાંથી જ બંધ કરવાનું અને અનુકૂલતા હોય, તો બે શબ્દો વિરુદ્ધ પણ બોલી દેવા, એવો તેણે નિત્યક્રમ રાખેલો હતો. બીજી રાણીઓ વિનાકારણ પોતાનો કેવો દ્વેષ કરે છે, એ બીના જેટલી દૃઢતાથી રાજાની દૃષ્ટિ સમક્ષ આવે તેટલી લાવવા માટેના સર્વ ઉપાયો તે યોજ્યા કરતી હતી. એક વેળાએ એક રચના તો તેણે ઘણી જ ચતુરતાથી કરી.

ધનાનન્દ પલંગમાં પડેલો હતો અને મુરાદેવી તેની ચરણ સેવા કરતી હતી. રાજાને કાંઈ ગાઢનિદ્રા આવેલી નહોતી, એ તે સારી રીતે જાણતી હતી. અને તે જાણીને જ તેણે એક દાસીને પોતાપાસે આવીને પોતાને કાંઈક કહેવાની આજ્ઞા કરી. એ દાસી આજ્ઞા અનુસાર પાસે આવીને ઊભી રહેતાં જ મુરાદેવી ઘણી જ ધીમા સ્વરથી, પરંતુ કાંઈક ત્રાસ પામી દાસીના શરીરનો સ્પર્શ કરી કહેવા લાગી કે, “અરે એ મૂર્ખી ! હમણાજ મહારાજાની આંખ લાગેલી છે - એ શું તું જાણતી નથી? આટલી બધી ઉતાવળી કેમ ચાલે છે? રોજ રોજ આવી વાતો આવીને મને કહેવાની શી અગત્ય છે ? ફલાણી રાણીએ આજે આમ કર્યું અને તેની દાસીએ આમ કહ્યું - એજ રોદણાં ને? જા – ચાલી જા - એવી નકામી વાતો સાંભળવાનો આ સમય નથી. મને તો હવે એ નિંદા બિલ્કુલ સાંભળવાની ઇચ્છા જ નથી. તેમણે મને કારાગૃહમાં નખાવી હતી, અને હવે મહારાજે મારો પાછો સ્વીકાર કર્યો છે, એ તેમનાથી કેમ દેખી શકાય વારુ? તેઓ તો મારા અહિતને ઇચ્છે જ. પરંતુ હું તેમનું અહિત ઇચ્છીશ નહિ, પોતાના પતિએ ત્યાગ કર્યો હોય, તે પતિવ્રતા પ્રમદાની શી અવસ્થા થાય છે, એનો