પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
બીજું પગથિયું.

અનુભવ તેમને નથી, પણ મને સારી રીતે થએલો છે અને તેથી જ તેમના શિરે એવો પ્રસંગ ન આવે, એવી જ મારી પરમેશ્વરપ્રતિ અનન્ય ભાવે નિરંતરની પ્રાર્થના છે. થોડા દિવસ પછી હું જ મહારાજને વિનતિ કરવાની છું કે, “મહારાજ ! મને સુખી કરવામાટે મારી બીજી સોક્યોને દુ:ખી કરશો નહિ,” હવે દાસી તું જા – કોઈ દિવસે પણ રાણીઓની વાત મારા આગળ કાઢીશ નહિ, શું તારું એમ ધારવું છે કે, તારી આ વાતોથી હું એ રાણીએ ઉપર કોપ કરીશ અને મારા હૃદયને શોકના સાગરમાં ડૂબાવી દઇશ? ના, ના એમ કોઈ કાળે પણ બનનાર નથી. મારા હસ્તમાં ક્ષમારૂપી ખડ્‌ગ કાયમ છે, તે પછી દુર્જનોથી મારું શું બગડી શકનાર છે!” મુરાદેવીએ એ વાક્યોનો ઉચ્ચાર ઘણી જ દક્ષતાથી કર્યો.

તથાપિ તે દાસી ધીમેથી મુરાદેવીને કહેવા લાગી કે, “દેવિ! તમારા મનમાં કોપ ઉપજાવવાના હેતુથી આ વાતો હું કહેતી નથી. કેટલીક વાતો એવી છે કે, જે તેમનો તમારા તરફથી યોગ્ય ઉપાય કરવામાં ન આવે, તો તેમનું ઘણું જ ભયંકર પરિણામ થવાને સંભવ છે, તેથી જ આજે હું દોડતી દોડતી અહીં આવી છું. સારું થયું કે, મહારાજ નિદ્રાવશ થએલા છે.”

એવી તે શી વાત છે? સત્વર કહી નાંખ. મહારાજને સાંભળવા જેવી નહિ એવી તે મુઇ શી વાત હશે ?” મુરાદેવીએ અત્યંત ઉત્સુક સ્વરથી પૂછ્યું.

“દેવિ!” તે દાસીએ ઉત્તર આપવાનો આરંભ કર્યો.”હું કહેવાની છું તે વાર્તા મહારાજાને કાને જવી ન જોઈએ. કારણ કે, તે ઘણી જ ભયંકર વાર્તા છે, આપના પરના રોષને લીધે રાણીઓ હવે મહારાજાનું ભૂંડું કરવાને પણ તૈયાર થઈ ગઈ છે. પણ બાઈ ! મહારાજા ખરેખર નિદ્રામાંજ છે ને? નહિ તો એક કરતાં કાંઈક બીજું ન થઈ જાય, એની મને ભીતિ થયા કરે છે.”

“એક કરતાં બીજું કાંઈપણ થવાનું નથી. મહારાજાને ગાઢ નિદ્રા આવેલી છે. જે કહેવાનું હોય તે નિશ્ચિત થઇને કહે. જો ખરેખર એવું જ કાંઈ હશે, તો જ્યાંસુધી મારા શરીરમાં જીવ છે, ત્યાં સુધીતો હું એમનો એક વાળ પણ વાંકો થવા દેનારી નથી. પરંતુ જો મારો ત્યાગ કરીને ભૂપાલ બીજીના મહાલયમાં જશે, તો પછી મારો ઉપાય નથી. પણ કહે તો ખરી કે શી વાત છે તે? તારા એ ભેદ ભરેલા કથનથી મારું હૃદય કંપાયમાન થઈ ગયું છે.” મુરાદેવીએ ચાતુર્યના માર્ગમાં આગળ વધવા માંડ્યું.

કપટ નાટકની એ નાન્દી થઈ રહ્યા પછી દાસી મુરાદેવીના નિકટમાં આવી અને ધીમેથી મુરાદેવીના કાનમાં કાંઇક બબડી. એ શબ્દો સાંભળતાં જ