લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૬
આ તે શી માથાફોડ
 

જો જોઈએ, મેળાએ વસાશે; કેમ કરીને વાસીશ ?

જો બધી બારીઓમાં જો જોઈએ ? તારી મેળે શોધી કાઢીશ.

ધીમે ધીમે ચાલ્યો આવ. એકલાં એકલાં ચાલ્યા અવાય.

તે મેળાએ કરી લેને ? મેં તને શીખવ્યું છે.

: ૬૯ :
ખોટી મદદ

શું છે ? બારણું નથી ઊઘડતું ? લે જરા ઉઘાડી દ‌ઉં.

શું છે ? નાડી નથી બંધાતી, ખરું ? આવ બાંધી દ‌ઉં.

શું છે ? ટોપી નથી ઉતારી શકતો ? ઊભો રહે ઉતારી આપું.

શું છે ? ખીલી નથી મરાતી ? હથોડી લાવ, હું મારી આપું.

શું છે ? ચોરણી નથી પહેરાતી ? આવ પહેરાવી દ‌ઉં.

: ૭૦ :
સાચી મદદ

શું છે ? બારણું નથી ઊઘડતું ? જો જરા આમ ખેંચી જો, એટલે ઊઘડશે.

શું છે ? નાડી નથી બંધાતી એમ કે ? જો આમ કરીને બાંધ જોઈએ ?