પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૦
આ તે શી માથાફોડ
 

પડ્યાં હતાં, ને આ તો ઉનાળો છે. જીવી વહુને તો એવી વધારીને બોલવાની ટેવ જ પડી છે.”

મારું મોં પડી ગયું. મને થયું ખરેખર ભૂલ થઈ. મેં છોકરાંને કહ્યું: “કાલે ખૂબ નહાજો”

તેઓએ કહ્યું : “નથી નહાવું અમારે”

મને થયું: “ઠીક વાણીનો પ્રહાર થયો.”

ઓફિસમાંથી આવું છું તો વિનુએ મારી લાલ શાહી વાપરી નાખેલી. એનાથી એણે ભીંત પર લીંટા કાઢેલા; કાળી શાહીથી એણે મોં ઉપર ચાંદલા કર્યા હતા, ને લૂગડાં ને હાથ બગાડેલા હતા. એ દેખાવ જોઈ મારો ગુસ્સો ફાટી નીકળ્યો. “વિનુડા ! આમ, આવ, હરામખોર ! આ ભીંત બગાડી, મોઢું બગાડ્યું; આ શું કર્યું ?”

વિનુ નાસવા ગયો પણ ત્યાં તો મેં એને બૂટ સુદ્ધાં ઘરમાં જઈ પકડ્યો ને ત્રણ ચાર સોટીઓ લગવી દીધી. વિનુ ખૂબ રડ્યો. વાળુ પણ ન કર્યું; એમ ને એમ સૂઈ ગયો. રાતમાં તે રડી ઊઠ્યો ને રડતાં રડતાં બોલ્યો, “બાપાજી મારો મા; એ બાપાજી મારો મા.”

હું છાપું વાંચતતો બેઠો જ હતો. મારા દિલમાં કારી ઘા લાગ્યો. શા માટે મેં એને માર્યો ? કેવી કરુણાજનક ચીસ છે ! મેં વિનુને પંપાળ્યો; પાણી પાવા પ્યાલો ધર્યો, પણ આંખ ઉઘાડી મને દેખી મોં ફેરવી ગયો. એની બા એ પાણી આપ્યું ત્યારે પીધું.

મને થયું હું ખરેખર રાક્ષસ બની ગયો હતો. એણે