પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૨
આ તે શી માથાફોડ
 

બાપા માગે છે તે લાવી આપે છે. “એલા, ઓવરકોટ.”ઓવરકોટ ઢસડી અવ્યો. “એલા આ કૂતરું હાંક. “કૂતરાને એક પથરો માર્યો તે કૂતરું ડાઉં ડાઉં કરતું ચાલ્યું ગયું ! “એલા જા દુકાને, ને બે પૈસાનાં પાન લઈ અવા.” દોડતો જઈને બે પૈસાનાં પાન લઈ આવ્યો.

બાપા બહાર ગયા. છોકરો ઘોડી પાસે જઈને હાથ ફેરવવા લાગ્યો. “બાપો, બાપો.” છોકરાની માએ સાદ પાડ્યો: “એ છોકરા, જા તો, સામે ઘેરથી છાશ લઈ આવ.” છોકરો દોડતો છાશ લઈ અવ્યો.

છોકરો નવરો પડ્યો. એક સૂતરનો દડો લીધો ને એક ગેડી લીધી. ફળીયામાં એકલો એકલો એક કલાક રમ્યો.

ત્યાં બાપા આવ્યા ને કહે: “એલા, જા, બજારે જા મેં મૂળા લઈ રાખ્યા છે ઉપાડી આવ.” છોકરો દોડતો ગયો ને લઈ આવ્યો.

આ છોકરો કોનો છે ?

પગથી માથા સુધી કિંમતી લૂગડાં પહેર્યા હતાં. રખેને ટાઢ લાગે ને શરદી થાય માટે એક ઉપર એક એમ ત્રણ કપડા હતાં. માથે કિંમતી કાનટોપી હતી. પગમાં નાનાં એવાં મોજાં ને તેની ઉપર બૂટ હતા. હાથાંમાં એક કિંમતી વીંટી હતી. ગળામાં પણ કંઇક દાગીનો હતો તો ખરો. ચહેરો ચોખ્ખો હતો; વાળ ઓળેલા હતા; હાથ પણ ચોખ્ખા ને ઉજળા હતા.

છોકરો ચાલવા જતો હતો તેની પાછળ ચાલનાર તેને ઊંચકી લેતો હતો. છોકરો દોડવા જતો હતો તો નોકર