પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આ છોકરો કોનો છે?
૧૧૩
 

કહેતો હતો; “જાળવજો; પડી ન જાઓ. “ભાગે તો તે તેને દોડવા ન દેતો; તેને આંગળીએ જ વળગાડી રાખતો. ભાઈ, ચાલતાં જરા હલી ગયા એટલે નોકરે કહ્યું: “ભાઇ, ખમા !” ભાઇએ પુછયું: આ શું છે?” નોકરે કહ્યુ: “જી, બાપુ એ તો ગાડુ છે.”ભાઇએ ટોપી કાઢી નાખવાને માટે હાથ કાન આગળ લીધો. નોકરે કહ્યું: “બાપુ, શરદી લાગે. બાએ ટોપી કઢી નાખવાની ના કહી છે.”

છોકરે પાણી માગ્યું ને નોકર પાણી લેવા દોડ્યો. પાણી લાવતાં વાર થઇ એટલે છોકરે કહ્યુ: “એય, ગદ્ધા ! કેટલી બધી વાર ? “નોકરે અદબથી કહ્યુ: “બાપુ, હશે; માફ કરો. હું તો દોડતો આવ્યો છું.”આ છોકરો કોનો છે ?

આંખમાં ચિપડા છે; માથે મોટા લાંબા વાળ વધેલા છે; નખમાં મેલ છે ને ખૂબ વધેલા છે. ડિલે આખે ઉઘાડો છે. પગે ને હાથે મેલ છે ને ન નહાવથી ઓઘરા વળ્યા છે.

હાથમાં બટકું રોટલો છે ને તડકે બેઠો બેઠો ખાય છે. નાકમાં શેડા આવે છે તે સરડ દઈને ઊંચે ચડાવે છે. રોટલો ચડવતો જાય છે ને હરતોફરતો એક પગે કૂદતો જાય છે.

એની બા નીકળે છે: “એલા હું આવું ત્યાં સુધી અહીં રમજે, હો. આ હમણાં ખડ લઈને આવી. “છોકરો કહે: “હું સાથે આવું.” મા કહે છે: “રોયા ! ત્યાં શું દાટ્યું'તું ? અહીં પડ્યો રહે; આ લખડો આવ્યો એની સાથે રમ.”