પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બાબાપુ મૂંઝાયાં
૧૧૫
 

પાઈની ટીકટી બરાબર ગણીને દેતાં આવડે. છોકરો બાપાને સંભારી આપે: “બાપા, તમરા ખીસામાં રૂપિયા છે કોઇ લઈ ન જાય.”

: ૭૮ :
બાબાપુ મૂંઝાયાં

“ચાલો ઝટ માથાં ઓળી દઉં. પછી મારે માશીને ત્યાં પાપડ કરાવવા જવુ છે.”

“પણ આજ તો તું અમને દર્શને લઈ જવાની હતીને ? તેં કહ્યું હતુંને ?”

“પણ માશી આવ્યાં હતાં ને મેં એમને પાપડ કરાવવા જવા હા પાડી છે.”

“પણ તે પહેલાં તો અમને હા પાડી હતી, દર્શને લઈ જવાની.”

“પણ ત્યારે હવે શું થાય ? માશીને વચન આપ્યું એ તોડાય ?”

“પણ અમને આપેલુ વચન કાંઇ તોડશો ?”

“પણ માશીનું ?”

“પણ અમારું ?”

“બાપુ, ચાલો હવે છૂટદડી રમીએ.”

“પણ મારે ચંપકલાલને ત્યાં જવું છે.”

“પણ તમે દડી રમાવાનું નો'તું કહ્યુ ?”