પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ચંપાને શિક્ષણ
૧૧૭
 


મોટીબેન અમદવાદથી ભણીને આજે આવવની હતી. તાર આવી ગયો હતો; મોટાભાઇ સ્ટેશને સામે હતા. બીજાં સૌ બેઠાં બેઠાં ફડકા મારતાં હતાં, અને ઠંડી હતી તેથી સગડી પાસે બેઠાં બેઠાં તાપતાં હતાં. ગાડી સાડા આઠે આવવાની હતી, ને ત્યાર પછી અરધે કલાકે એટલે નવ વાગે સૌ ઘેર આવે અવી ગણતરી હતી. હજી તો માંડ સવા આઠ થયા હતા. રસ્તા પર ગાડીનો ખડખડાટ થાય ને ચંપા બારણું ઉઘાડવા જાય; જરાક બોલાચાલો સંભળાય ને ચંપા બારણું ઉઘાડવા જાય; કંઇક ખખડે ને ચંપા બારણા પાસે જાય. “રખેને બેન આવે !”

બધાં કહે: “જોને ચંપા ! હજી તો કેટલીયે વાર છે પણ ચંપા તો કેટલી બધી અધીરી ? જરાય યે ધીરજ જ નહિ બા ! નકમી વારે વારે ઊઠે છે ને હેરાન થાય છે.”

ચંપા અધીરી છે ?

ઘરને આંગણે એક ગરીબ માણસ આવ્યો. બિચારાની સાથે એક બાળક હતું. ગરીબ માણસ ભૂખ્યો હતો ને બાળક પણ ભૂખ્યું હતું. બાએ ઘરમાંથી ટાઢો રોટલો આપ્યો. બાપાએ કહ્યું: “એકાદ ગરમ રોટલી પણ આપોને ! આ બાળકથી રોટલો નહિ ખવાય. “બાળક અને તેનો બાપ રોટલો અને રોટલી ખાવા તો માંડ્યા. પણ રોટલી કોરી હતી ને બાળક હળવે હળવે ચાવતુ હતું. ચંપા ઘરમાં ગઈ ને બરણીમાંથી ઘી લઈ આવી. “લે, છોકરાને ઘી વિના રોટલી નહિ ભાવે.” બા અને બાપા ચંપા સામે જોઇ રહ્યાં. બાએ કહ્યું: “આ છોકરીને અક્કલ જ નથી ! કોને ઘી દેવાય