પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ચંપાને શિક્ષણ
૧૧૯
 

લેશે. “ચંપા કહે: “ના બા, મારાં કપડાં દઈશ. એનાં તો જરા મેલાં થઈ ગયેલાં છે.” ચંપાએ સરાં ઘાઘરી-પોલકું કાઢ્યાં ને બાને કહ્યું: “આ સારાં છે, ખરું ? આ જ પહેરવા આપું છું.” સુમતિની બા ત્યાં બેઠાં હતાં. ચંપાની બા ચંપાને કહે: “આ ચંપાને કશી ગતાગમ જ નથી ! કોને ક્યું લૂગડું અપાય ને કોને ન અપાય એનું ભાન જ ન મળે !”

ચંપાને ગતાગમ છે કે નહિ ?

×××

ચંપા અને એની બા બેઠાં હતાં. રામજી કાકાનો દીકરો શેરીમાંથી આવ્યો ને ત્યાં બેઠો. ચંપા કહે: “માધા, આજ તો અમે લાડવા કર્યા હતા !” માધો કહે : “એમ ? ત્યારે તો મારે ત્યાં તારી બાએ ઢાંક્યા હશે.” ચંપાની બાએ વાત ફેરવી કહ્યું: “અલ્યા માધા, ભોળવાતો નહિ હો, ચંપા તો તને બનાવે છે.” ચંપા કહે: “ના હો માધા, લાડવા કર્યા હતા; ને અમે બધાંએ ખાધા હતા. હજી પણ પડ્યા છે. “ચંપાની બાને લાડવાનું છુપાવવું હતું; ઢાંકવા જવાનો વિચાર ન હતો. પણ આખરે ઢાંકવા જવું પડ્યું. રાતે ચંપાના બાપા આવ્યા ત્યારે બધી વાત કહીને એની બા કહે: આ ચંપાને સમજણ ક્યારે આવશે ?”

ચંપાને સમજણની જરૂર છે ?

×××

ચંપા અને હીરા એકવાર શાક લેવાં ગયાં. હીરાએ એક શેર રીંગણાં લીધાં ને ચંપાએ પણ શેર લીધાં. ધેર આણીને રીંગણાં મુક્યાં ત્યાં તો હીરાનાં રીંગણા વધારે