પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તમે શું ધારો છો
૧૨૫
 
: ૮૪ :
અનાથ બાળક

એનું નામ અનાથ બાળક કે જેના પિતાના નોકરો બાળકને ધમકાવતા હોય મારતા હોય.

એનું નામ અનાથ બાળક કે જેનાં માબાપ બાળક ક્યાં છે ને શું કરે છે તેનું ધ્યાન જ ન આપતાં હોય.

એનું નામ અનાથ બાળક કે જેને ગૂમડાં થયાં હોય, કાનમાંથી પાસ જતું હોય, દાંત સડતા હોય, માથામાં જૂઓ પડી હોય, પણ તેને કોઈ દવાખાને લઈ જતું ન હોય.

એનું નામ અનાથ બાળક કે જેને ભૂખ લાગી હોય પણ રાંધવાવાળી આળસ કરીને તેને જમવા આપવા ન ઊઠે.

એનું નામ અનાથ બાળક કે જેનાં માબાપ પાસે પૈસા હોય છતાં તેને જોઈતી ચીજ ન મળે.

એનું નામ અનાથ બાળક કે જેણે શું પહેરવું અને શું ન પહેરવું તે નોકર કે આયા નક્કી કરી આપે.

એનું નામ અનાથ બાળક કે જેને માબાપના મિત્રો આગળ તેમને રાજી કરવા ગાઈ બતાવવું પડે કે નાચી બતાવવું પડે.

: ૮૫ :
તમે શું ધારો છો

“બા, મોટીબેન સાથે હું હવેલીએ જાઉં ? મારે શ્રીનાથજીનાં દર્શન કરવાં છે.”

“ભલે જા.”