પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૬
આ તે શી માથાફોડ
 


“બાપા, હું આજે ઉપવાસ કરું ? આજે શિવરાત્રી છે.”

“હા, ભલે કર.”

“બા, રસૂલ સાથે મસીદમાં જાઉં ? નમાજ કેમ પઢાય એ મારે જોવું છે.”

“જા, જોઈ આવ.”

“બાપા, મેરીબેન સાથે દેવળમાં જાઉં ? હું પણ પ્રાર્થના કરવાનો.”

“ભલે જા, દેવળમાં જઈ આવ.”



“બા, મોતીબેન સાથે હું હવેલીએ જાઉં ?”

“આપણે ત્યાં ન જવાય; શિવમંદિરે જા.”

“બાપા, હું શિવરાત્રીનો ઉપવાસ કરું ?”

“ના રે, આપણે તે વળી શિવરાત્રી કેવી ? આપણે તો એકાદશી કરાય.”

“બા, હું રસૂલ સાથે મસીદમાં જાઉં ?”

“મસીદમા ? મસીદમાં તે જવાય ? તું કાંઈ મુસલમાન છે ?”

“બાપા મેરીબેન સાથે દેવળે જાઉં ? મારે પ્રાર્થના કરવી છે.” “મૂરખા ! વિશ્વાસી*[૧] થઈ ગયો કે શું ? આપણાથી ત્યાં ન જવાય.”


  1. *ખ્રિસ્તી