પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦
આ તે શી માથાફોડ
 

“લે ત્યારે મારી યે ના નથી. પણ મારી બાને ખબર ન પડે હો ! ખબર પડશે તો વઢશે ને કહેશે કેઃ ‘ના પાડી’તી ને શું કામ આપ્યા ?”

: ૬ :
પણ મારી બા ને કહે ને !

“એલા લખુડા ! ત્યાં એકલો એકલો રસોડામાં શું કરતો'તો ?”

“કંઈ નહિ.”

“કંઈ નહિ કેમ ? કંઈક ખાતો'તોને ? આ દૂધવાળી મૂછો થઈ છે. દૂધ નહોતો પીતો ?”

“હા, તે મારી બાએ કીધું'તું કે છાનોમાનો જઈને દૂધ પી આવ. મે'માનનાં આટલાં બધાં છોકરાં ભેળાં થયાં છે તે દૂધ ક્યાંથી કાઢવું ?” “પણ એમ સૌને મૂકીને એકલાં પિવાય ?” “પણ મારી બાને કહેને ! એણે મને કીધું.”

: ૭ :
પાપ લાગે

હજામ અને બબલી વચ્ચે ચાલતી વાતચીત તરફ મારું ધ્યાન એકાએક ગયું. હજામ કહે : “ખોટું બોલીએ તો પાપ લાગે.”