પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૪
આ તે શી માથાફોડ
 


: ૧૦૩ :
માબાપોને શું કહેવું ?

બધાં બાળકો આનંદથી રમતાં હતાં હાસમ મંદ થઈને બેઠો હતો.

“હાસમ, ઊઠો ઊઠો ! જાઓ, પેલાં રમે છે તેની સાથે રમોને !”

હાસમે સામે ય ન જોયું. એમ ને એમ બેસી રહ્યો. હાસમને હાથ લગાડ્યો; શરીર ગરમ હતું. થરમોમિટર મૂક્યું તો તાવ ૧૦૧ ડિગ્રી હતો !

×××

ચંદ્રા રડતી રડતી મારી પાસે આવી.

“કેમ રડો છો બેન ? શું જોઈએ છે ?”

ચંદ્રા બોલી નહિ. રડવા લાગી.

ચંદુભાઈ થરમોમિટર લગાડો જોઈએ ? વખતે એને પણ તાવ ન હોય !”

ચંદુભાઈ તપાસીને કહે: “૧૦૨ ડિગ્રી તાવ છે !”

×××

વિનુ રડતો રડતો સૂતો હતો.

“વિનુભાઈ, ઊઠો જોઈએ. ચાલો ચિત્રો બતાવું.”

વિનુને હાથ આપી ઉઠાડવા ગયો તો બમણો રોવા માંડ્યો. વિનુને ઉપાડીને તેડ્યો ત્યાં તો ચીસેચીસ પાડી. શરીરે તાવ તો નહોતો. લૂગડાં કાઢીને જોયું તો સાથળ પર સોજો હતો અને ઘામિયું ગૂમડું હતું !

×××