પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રડીએ તો ગાંડા કહેવાઈએ
૧૪૭
 

બાળકને હું ગમ્યો નહિ, કારણ કે હું બહુ ઉતાવળથી બોલતો હતો.

બાળકને હું ગમ્યો નહિ, કારણ કે હું તેની હાજરીમાં બીજાને વઢતો હતો.

બાળકને હું ગમ્યો નહિ, કારણ કે મેં તેને એકદમ ઊંચું કર્યું.

બાળકને હું ગમ્યો નહિ, કારણ કે મેં તેની બોચી થોભી બચી લીધી.

બાળકને હું ગમ્યો નહિ, કારણ કે મેં તેને તુંકારે ને ઊંચે સાદે બોલાવ્યું

બાળકને હું ગમ્યો નહિ, કારણ કે હું તેને ગલીપચી કરવા લાગ્યો.

બાળકને હું ગમ્યો નહિ, કારણ કે મેં એને ખોળામાં બેસવાનું કહ્યું.

બાળકને હું ગમ્યો નહિ, કેમ કે મારું મોઢું ગંધાતું હતું.

: ૧૦૬ :
રડીએ તો ગાંડા કહેવાઈએ

નોકર : “રડીએ તો ગાંડા કહેવાઈએ.”

બાળક રડે છે કારણકે તે બાલમંદિરમાં પહેલવહેલું જ આવેલું છે; તેને આવું વાતાવરણ નવું લાગે છે; તે મનમાં ઘર, બા અને ભાંડુઓને સંભારે છે ને મૂંઝાઈ જઈ રડી પડે છે. નોકર તેને કહે છે : “રડીએ તો ગાંડા કહેવાઈએ.”