પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
હરગિજ નહિ
૧૫૫
 

અનેક જાતની વ્યાવહારિક ચિંતાઓ પતિપત્નીને કરવાની જ હોય, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

પોતે ગરીબ હો તો મનમાં સમજો ને મિત્રોને કહો, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

બીજા ઉપરની ટીકા કરવાની કદાચ ભૂલ કરી બેસો તો ભલે, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

અંદર અંદર તમારા ખાનગી જીવનની વાતો ભલે કરો, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

લહેરમાં આવીને અલકમલકની ડોળો તો તમે જાણો, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

અટપટી કુટિલ કપટનીતિની વાતો કરો તો ભોગ તમારા, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

અફીણ દારૂ લેવાજ જ નહિ, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

અંગત કુટેવો રખાય જ નહિ, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

અંગત ખાનગી જીવન સૌને હોય પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.

બાળકોને પરણાવવા પશટાવવાની બાબતમાં વાતો ડોળો, પણ બાળકો દેખતાં તો હરગિજ નહિ.