પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પિતા વિષે
૧૬૩
 

ત્યાં અંધારું છે; બત્તીલઈને જા.

જો, નીચે જોઈને ચાલજે; ત્યાં કાંટા છે.

જો, પેલો પથરો લઈને ઊભો રહે એટલે કૂતરું નજીક નહિ આવે.

જુઓ, અહીં તમે તમારું કામ આવી રીતે શાંતિથી કરો.

જુઓ, આ ખુરશી ઉપર આવી રીતે બેસો; આમ બેસાય.

જો, છરી આમ લે અને દોરી કાપવી હોયતો આમ કાપ.

જો, આવ આવી રીતે લે જોઈએ ? હું પાસે છું. એને આમ તેડાય.

: ૧૧૯ :
પિતા વિષે

ધીરી અને વિનુ ઓટલે બેસી વાતો કરતાં હતાં: “બાપુજીને કશું યે આવડતું નથી. વાળતાં, કપડાં ધોતાં, વાસણ માંજતાં, રસોઈ કરતાં, સીવતાં, અથાણું કરતાં, બાવાં પાડતાં, દાણા સાફ કરતાં, શાક સુધારતાં: કશુંયે આવડતું નથી.”

“બાપુ તો બેઠા બેઠા છાપાઓ અને ચોપડાઓ વાંચ્યા કરે છે. સારાકાકા અને નાનાલાલ આવે છે તેની સાથે નરી વાતો જ કર્યા કરે છે !” એક ખુરશીમાં બેસતાં અને વાતો કરતાં આવડે છે. આપણે જરા તાણીને બોલીએ તો ' એ ય, ગડબડ નહિ કરો !' આપણે એમની ઓરડીમાં જઈએ તો 'ચાલ્યાં જાઓ છોકરાઓ ! અહીં કેમ આવ્યાં ?' એમ બોલતા ને ધમકાવતાં આવડે છે. આપણે નિશાળે ન જવું